રાજકોટ
News of Tuesday, 21st May 2019

ધો.૧૦માં પાછી પાની

મનપાની હાઇસ્‍કુલોનુ પરિણામ ૫ થી ૨૨ ટકા ઓછુ

પી.એન્‍ડ ટી શેઠ હાઇસ્‍કુલ, સરોજીની નાયડુ, વિરસાવરક, મહારાણી લક્ષ્મીબાઇ, એકનાથ રાનડે, મુરલીધર હાઇસ્‍કુલ સહિત કુલ ૪૭.૭૮ ટકા પરિણામ

રાજકોટ તા. ર૧ : ગુજરાત રાજય માધ્‍યમીક અનેઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦ એસ.એસ.સીની પરીક્ષાનું પરીણામ જાહેર થયુંછે જે ૬૬.૯૩ % આવ્‍યું છે. જયારે રાજકોટ મ્‍યુ.કોર્પોરેશન સંચાલિત ૬૬ શાળાનું ર૧.ર૭ મી ૭૬.૯૯ ટકા આવ્‍યું છે. જેમાં ૪ હાઇસ્‍કુલોમાં ગત વર્ષ કરતા રરથી પ ટકા ઓછું પરિણામ આવ્‍યું છે જયારે ગત વર્ષ કરતા આ વર્ષે વીર સાવરકરનું ર.૩૩ ટકા તથા એકનાથ રાનડેનું ૦.૭૦ ટકા વધ્‍યું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજયના શિક્ષણ બોર્ડદ્વારા આજે ધો. ૧૦નું પરીણામ જાહેર થયું છે. જો ૬૬.૯૩ ટકા પરીણામ આવ્‍યું છે જયારે રાજકોટ મ્‍યુ.કોર્પોરેશન સંચાલીત ૬ શાળાના પરીણામોના આંકડાકીય તરફ નજર કરીએ તો શહેરના અંબાજી કડવા પ્‍લોટો ખાતે આવવેલ સરોજીનીનાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલનું ૭૬.૯૯ ટકા જંકશનમાં આવેલ એકનાથ રાનડે વિદ્યાલયનું ૩૦.પપ ટકા તથા વિરસાવરકર વિદ્યાલયનું ૧૬.રર ટકા તેમજ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે આવેલ મહારાણી લક્ષ્મીબાઇ કન્‍યા વિદ્યાલયનું પ૭.૧૪ ટકા ભકિતનગર સર્કલ પાસે આવેલ પી.એન્‍ડ ટી. શેઠ હાઇસ્‍કુલનું ર૬.૪૭ ટકા તથા મવડીમાં આવેલ મુરલીધર વિદ્યામંદિરનું ર૧.ર૭ ટકા પરિણામ આવ્‍યુંછ.ે

આ ૬ શાળાઓના કુલ ૩૧૬ વિદ્યાર્થીઓ પૈકી ૧પ૧ વિદ્યાર્થીઓ પાસ થતા કુલ ૪૭.૭૮ ટકા પરિણામ આવ્‍યું છે.

નોંધનીય છે કે, મ્‍યુ.કોર્પોરેશનની આ તમામ હાઇસ્‍કુલોમાં અત્‍યંત ગરીબ પરિસ્‍થિતીનાં અને પછાત વર્ગનાં બાળકો મોટી સંખ્‍યામાં અભ્‍યાસ કરે છે. આ બાળકો અભ્‍યાસની સાથો સાથ ઘરમાં આર્થિક મદદ માટે કામ ધંધો કરતા હોય છે. તેના કારણે તેઓનાં અભ્‍યાસ ઉપર પુરતુ ધ્‍યાન હોતુ નથી. આથી શાળામાં ધો.૧૦ પરિણામ આ પણ એક કારણ હોઇ શકે આ બાબતે તંત્ર વાહકોએ ગંભીરતા પુર્વક વિચારણા હાથ ધરી અને શાળાનાં પરિણામો ઉચા લાવવા પ્રયાસ કરે તે જરૂરી છે.

કોર્પોરેશન સંચાલિત હાઇસ્‍કુલના પરિણામની વિગત

હાઇસ્‍કુલનું નામ

કુલ વિદ્યાર્થી

     પાસ

નાપાસ

પરિણામ (ટકા)માં

ગત વર્ષનું પરિણામ

પી. એન્‍ડ ટી. વી. શેઠ હાઇસ્‍કુલ

૩૪

     ૦૯

રપ

ર૬.૪૭

૪૮.૭ર

એકનાથ રાન-ડે વિદ્યાલય

૩૬

     ૧૧

રપ

૩૦.પપ

ર૯.૭૭

વીર સાવરકર વિદ્યાલય

૩૭

     ૦૬

૩૧

૧૬.રર

૧૩.૮૯

મહારાણી લક્ષ્મીબાઇ વિદ્યાલય

૪૯

     ર૮

ર૧

પ૭.૧૪

૬ર.પ૦

સરોજીની નાયડુ વિદ્યાલય

૧૧૩

     ૮૭

ર૬

૭૬.૯૯

૮ર.૮૩

મુરલીધર વિદ્યાલય

૪૭

     ૧૦

૩૭

ર૧.ર૭

૩પ.૭૧

 

(3:46 pm IST)