રાજકોટ
News of Tuesday, 21st May 2019

ફીર એક બાર કન્યા કેળવણી મોખરે : કુમારોનું ૬૨.૮૩% - કન્યાઓનું ૭૨.૬૪% પરિણામ

રાજકોટ, તા. ૨૧ : આજે યુવતીઓ અને મહિલાઓ તમામ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. દેશમાં મલ્ટીનેશનલ કંપની રાજકીય, સામાજીક કે આર્થિક ક્ષેત્રે બહેનોનું સ્થાન ખૂબ આગળ પડતુ હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા કે શિક્ષણ બોર્ડની પરીક્ષામાં દર વર્ષે બહેનોનું પરિણામ ખૂબ ઉંચુ હોય છે.

ધો.૧૨ સાયન્સની જેમ આજે જાહેર થયેલ ધો.૧૦ની પરીક્ષાના પરિણામમાં પણ કન્યાઓએ મેદાન માર્યુ છે.

ધો.૧૦ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓના પરિણામમાં કુમારોનું પરિણામ ૬૨.૮૩% આવ્યુ છે તો કન્યાઓનું પરિણામ ૧૦% વધુ ૭૨.૬૪% આવ્યુ છે.

(3:26 pm IST)