રાજકોટ
News of Tuesday, 21st May 2019

સરસ્વતી વિદ્યામંદિર-સંકુલનું ૭માં વર્ષે પણ ૧૦૦ ટકા પરિણામ

૧૦ થી વધુ છાત્રોને એવન-ગ્રેડ અને ર૮ છાત્રોને એ-ટુ ગ્રેડ મેળવ્યો

રાજકોટ, તા. ર૧ : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંીદર સંકુલ મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત સંકુલોના વિદ્યાર્થીઓએ આજે જાહેર થયેલા ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાના પરિણામોમાં ઉત્કૃષ્ણ દેખાવ કર્યો છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનું ધોરણ ૧૦નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. તો શાળાના ૧૦ થી વધુ વિદ્યાર્થીઓએ એ-૧ અને ર૮ થી વધુ વિદ્યાર્થીઓએ એર ગ્રેડ મેળવ્યો છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલના વિદ્યાર્થીઓ દેવડા હર્ષ ૯પ.૧૭ ટકા-૯૯.૯પ પીઆર, દવે આદિત્ય ૯૪.૩૩ ટકા -પીઆર ૯૯.૯૦ પીઆર, બરાસરા ઉમંગી ૯૪.૩૩ ટકા ૯૯.૯૦ પીઆર પંડિત પ્રેક્ષા ૯૧.૬૬ ટકા -૯૯.૬ર પીઆર, કટારમલ રીયા ૯૧.૧૬ ટકા ૯૯.પ૪ પીઆર સાથે બોર્ડના ટોપ ફાઇવથી ટેનમાં સ્થાન મેળવ્યું છે.

સરસ્વતી વિદ્યામંદિર સંકુલના બોર્ડ પરીક્ષા પરિણામોમાં ઝળહળતા પરિણામો અંગે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઇ મણીઆરે જણાવ્યું હતું કે રાજકોટ સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સમાજમાં શૈક્ષણિક અને બૌદ્ધિક જયોત પ્રજવલિત કરીને દેશને ઉમદા કાર્ય કરે છે. છેલ્લા કેટલાક દસકોથી સરસ્વતી શિશુ મંદિર બાળકોના સર્વાંગી વિકાસ માટે નિસ્વાર્થભાવે કાર્ય કરતી શૈક્ષણિક સંસ્થા છે. ભારતના પ્રત્યેક બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક તથા નૈતિક એમ સર્વાંગી વિકાસનાં ઉદદ્ેશ સાથે અમો કાર્યરત છીએ તેમ અપૂર્વભાઇ મણીઆરે જણાવી બોર્ડ પરીક્ષામાં પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાત બોર્ડને શુભેચ્છા પાઠવી હતી. નાપાસ થનારા વિદ્યાર્થીઓને પણ હતાશ-નિરાશ થયા વિના વધુ મહેનત કરી બોર્ડ પરીક્ષાનો પડાવ પાસ કરવા જણાવ્યું હતું. સરસ્વતી વિદ્યામંદિર સંકુલના ટ્રસ્ટીશ્રીઓ ડો. બળવંતભાઇ જાની, પલ્લવીબેન દોશી, રમેશભાઇ ઠાકર, કેતનભાઇ ઠક્કર, અનીલભાઇ કિંગર, હસુભાઇ ખાખી, અક્ષયભાઇ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઇ ચાવડાએ ધોરણ ૧૦માં ઉતીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

(3:09 pm IST)