રાજકોટ
News of Tuesday, 21st May 2019

માર્કેટીંગ હવે ટ્રેડીશ્નલમાંથી ડીઝીટલમાં પરિવર્તીત : હસીત માંકડ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ટેક ગ્લોબલ નેટવર્ક એન્ડ ધ્રુવ નેટસોલ વડોદરાના ફાઉન્ડર એન્ડ સીઇઓ હસીત માંકડનો 'ફયુચર ઓફ ડીઝીટજ્ઞલ માર્કેટીંગ' વિષય પર માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ  કાર્યક્રમ વિષયક માહીતી રજુ કરી હતી. કાઉન્સીલ ગવર્નીંગ બોડી મેમ્બર હીરાભાઇ માણેકે વકતાનો પરિચય આપેલ. કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા હસીત માંકડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી. મુખ્ય વકતા હસીત માંકડે ટેકનોલોજીના દિનપ્રતિદિન વધતા ઉપયોગ અંગે જાણકારી આપી જણાવેલ કે હવેનું માર્કેટીંગ ટ્રેડીશ્નલ ટુ ડીજીટલમાં ચેન્જ થઇ ગયુ છે. યુવાધન ઇન્ટરનેટ ઉપર કાર્યરત રહેવાથી ડીજીટલ માર્કેટીંગ સરળ બન્યુ છે. ડીઝીટલ માર્કેટીંગ ટ્રેડીશ્નલ માર્કેટીંગ કરતા ઘણુ ઓછુ ખર્ચાળ હોય સર્વસ્વીકૃત બની રહ્યુ છે. અંતમાં આભારવિધિ કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાએ કરી હતી. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય હીરાભાઇ માણેક, અન્ય સભ્યો મીહીર ભીમાણી, તરૂણ શાહ, અશ્વિન ત્રિવેદી, મનસુખલાલ જાગાણી, ખોડીદાસ સોમૈયા, નિકેત પોપટ, ભૂષણ મજીઠીયા, ઇપીપી કમ્પોસાઇટસ પ્રા.લી., એલ્કોપ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ડેરી તથા વિવિધ કંપનીના અધિકારીઓ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ.

(3:08 pm IST)