રાજકોટ
News of Tuesday, 21st May 2019

ફીર એક બાર ઉત્કર્ષના છાત્રો ઝળકયા : ધો.૧૦માં ૯૯.૯૩ પીઆર સાથે ઉત્સવ રાયઠઠ્ઠા બોર્ડમાં ૭માં ક્રમે

રાજકોટ, તા. ૨૧ : ધો.૧૦ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે. ઈંગ્લીશ મીડીયમમાં ધો.૧૧-૧૨ સાયન્સ માટે શ્રેષ્ઠ રીઝલ્ટ આપતી શાળાઓમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ ધો.૧૦ના પરિણામનો વિજયરથ આગળ ધપાવેલ છે. રાયઠઠ્ઠા ઉત્સવે ૯૯.૯૩ પીઆર મેળવી સ્કુલમાં પ્રથમ તેમજ સમગ્ર બોર્ડમાં સાતમુ સ્થાન મેળવેલ છે. તેમજ ચીનીવર દેવશીએ ૯૯.૮૮ પીઆર સાથે બોર્ડમાં બારમું સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત મોણપરા શ્રુતિ ૯૯.૫૯ પીઆર, કાત્રોડીયા ખુશી ૯૯.૫૧ પીઆર, વઘાસીયા ધ્વની ૯૯.૩૮ પીઆર, કટારા રોહન ૯૯.૩૧ પીઆર, ભોજાણી બંસી ૯૯.૨૦ પીઆર, ગોસ્વામી શ્રદ્ધા ૯૯.૦૭ પીઆર મેળવી અને બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.

ઉપરાંત સ્કુલના કુલ ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી ૮ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર કરતા વધારે પીઆર મેળવેલ છે. ૯૮ પીઆર કરતાં વધારે વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર કરતાં વધારે ૨૯ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆર કરતાં વધારે ૪૯ વિદ્યાર્થીઓ અને ૮૫ પીઆર કરતાં વધારે ૬૩ વિદ્યાર્થીઓએ અને ૭૦ પીઆર કરતાં વધારે ૮૨ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે.

ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સ ખૂબ જ મર્યાદીત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને ઉત્કૃષ્ટ શિક્ષણ આપતી સંસ્થા છે. ઉત્કર્ષ સ્કુલે બહુ થોડા સમયમાં પોતાના ઝળહળતા રિઝલ્ટથી રાજકોટની નહિં પણ સમગ્ર ગુજરાતની નં.૧ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ હોવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા જેઈઈના રીઝલ્ટમાં પણ શાળાના જેઈઈની તૈયારી કરતાં સર્વે ૪૯ વિદ્યાર્થીઓએ જેઈઈ- મેઈન એકઝામ ૯૦ કરતાં પણ વધારે પીઆર સાથે પાસ કરેલ છે.

આજે ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જીનિયરીંગ અને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. રાજકોટની પીડીયુ, અમદાવાદની બીજેએમ તેમજ એન્જીનિયરીંગમાં આઈઆઈટી, વીઆઈટી, એસઆરએમ, ડીએઆઈઆઈસીટી, પીડીપીયુ, એનઆઈઆરએમએ તેમજ અન્ય અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થીઓ પ્રવેશ સુનિશ્ચિત કરતાં આવ્યા છે.

આજના આ શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધા જ વિદ્યાર્થીઓને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા છે.

રાયઠઠ્ઠા ઉત્સવ (એ-૧ ગ્રેડ)

ધો.૧૦ના પરિણામમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સનો વિદ્યાર્થી રાયઠઠ્ઠા ઉત્સવે ૯૯.૯૩ પીઆર તથા મેથ્સમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ તથા સાથે કુલ ૬૦૦માંથી ૫૬૮ માર્કસ મેળવીને બોર્ડમાં સાતમુ સ્થાન મેળવીને ઉત્કર્ષ સ્કુલ તેમજ રાયઠઠ્ઠા પરિવારનું ગૌરવ વધારેલ છે. રાજકોટમાં ઈમીટેશન જવેલરીનો વિશાળ હોલસેલ બિઝનેસ ધરાવતા શ્રી અલ્કેશભાઈના પુત્ર ઉત્સવ સાયન્સમાં એ ગ્રુપ સાથે કોમ્પ્યુટર એન્જીનિયરીંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે. આ સ્વપ્ન હાંસીલ કરવું ઉત્કર્ષ સ્કુલના માર્ગદર્શનથી જ સરળ બનશે. શ્રીમતી હર્ષાબેનનું એવું દૃઢપણે માનવું છે કે ઉત્સવની સફળતાનું શ્રેય ફકત ને ફકત ઉત્કર્ષ સ્કુલના ફાળે જાય છે. તેઓની પુત્રી અંજલી પણ ઉત્કર્ષ સ્કુલમાં ધો.૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને હાલ ગાંધીનગર વિનસ (વીઆઈસીટી) કોલેજમાં આર્કીટેકચરનો ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.

દેવર્શી ચીનીવર (એ૧ ગ્રેડ)

ધો.૧૦ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થી દેવર્શી ચીનીવરે ઝળહળતો દેખાવ કરી સ્કુલની શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. દેવર્શીએ ૯૯.૮૮ પીઆર,  મેથ્સમાં ૧૦૦માંથી ૯૯ માર્કસ સાથે કુલ ૬૦૦માંથી ૫૬૪ માર્કસ મેળવી અને સ્કુલ તથા ચીનીવર પરીવારનું ગૌરવ વધારેલ છે.

દેવર્શી આઈટી ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માગે છે. ધો.૧૦નું તેનું પરિણામ તેની કારકિર્દીનું પ્રથમ શ્રેષ્ઠતમ સોપાન બની રહેશે. આજના દેવર્શીના ઝળહળતા રીઝલ્ટનો શ્રેય જયશ્રીબેન અને તેમની ટીમને જાય છે. સ્કુલના સર્વશ્રેષ્ઠ શિક્ષણથી જ વિદ્યાર્થીની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ થઈ રહ્યુ છે.

દેવર્શીના પિતા ભાસ્કરભાઈ કે જેઓ પોતે માઈનીંગ એન્જીનિયર છે અને સાથે સાથે સફળ બિઝનેસમેન પણ છે. તેઓ દેવર્શીના ઉચ્ચતમ પરિણામ માટે સ્કુલના મેનેજમેન્ટ, ફેકલ્ટીઝ અને સુઆયોજીત શિક્ષણપદ્ધતિનો આભાર માનતા જણાવે છે કે આટલુ પદ્ધતિસરનું કાર્ય ફકત દેવર્શીએ આ શાળામાં પ્રવેશ લીધો ત્યારથી જ કરવા મળ્યુ છે.

મોણપરા શ્રુતિ (એ-૧ ગ્રેડ)

ધો.૧૦ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલની મોણપરા શ્રુતિ ૯૯.૫૯ પીઆર સાથે ૬૦૦માંથી ૫૪૯ માર્કસ મેળવીને ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સને શ્રેષ્ઠ સાબિત કરી બતાવી છે. શ્રુતિના પિતા વિપુલભાઈ મોણપરા એક સફળ બિઝનેસમેન છે. તેમના માતા દક્ષાબેન શ્રુતિની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ સ્કુલને જ આપે છે. શ્રુતિ સાયન્સમાં બી ગ્રુપ સાથે ફાર્મસી ક્ષેત્રે પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવાની મહત્વકાંક્ષા ધરાવે છે.

કાત્રોડીયા ખુશી (એ-૧ ગ્રેડ)

ઉત્કર્ષ સ્કુલની વિદ્યાર્થીની કાત્રોડીયા ખુશીએ ૯૯.૫૧ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કુલ તેમજ કાત્રોડીયા પરીવારનું ગૌરવ વધારેલ છે. ખુશીની કારકિર્દી માટે તેના પિતા ગોંડલના પ્રખ્યાત બિઝનેસમેન શ્રી નિલેશભાઈ અને માતા વંદનાબેન સતત જાગૃત છે. કાત્રોડીયા પરીવારના અન્ય બાળકોએ પણ ઉત્કર્ષ સ્કુલમાંથી જ ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દીનું ઉચ્ચતમ સ્થાન હાંસીલ કરેલ છે. ગત વર્ષે જ ખુશીનો મોટો ભાઈ પાર્થ કાત્રોડીયાએ ઉત્કર્ષ સ્કુલમાં ધો.૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરી અને જેઈઈ-એડવાન્સ્ડ પાસ કરી ઉત્કર્ષ સ્કુલનું નેશનલ લેવલે નામ રોશન કરેલ છે. હાલમાં તે ડીએઆઈઆઈસીટી ગાંધીનગર કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે.

વઘાસીયા ધ્વની (એ-૨ ગ્રેડ)

રમણીકભાઈની પુત્રી અને ઉત્કર્ષ સ્કુલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની ધ્વનીએ સફળતાની સીડી સર કરેલ છે. આજરોજ પ્રસિદ્ધ થયેલ ધો.૧૦ના પરિણામમાં વઘાસીયા ધ્વનીએ ૯૯.૩૮ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કુલ તેમજ વઘાસીયા પરીવારનું ગૌરવ વધારેલ છે. ધ્વનીની માતા ભૂમિબેન જણાવે છે કે ઉત્કર્ષમાં ફકત ભણતરને જ નહિં ગણતરને પણ પૂરેપૂરૂ મહત્વ આપીને વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરની સાથે જીવન ઘડતરનો પાઠ પણ શીખવા મળે છે. ધો.૧૨ કોમર્સનો અભ્યાસ કરી ધ્વની સીએસ ક્ષેત્રે ઉત્મ કારકિર્દી બનાવી પોતાના સપનાઓ સાકાર કરવા માગે છે.

ભોજાણી બંસી (એ-૨ ગ્રેડ)

પ્રખ્યાત બિઝનેસમેન દેવેશભાઈ તથા દક્ષાબેનની પુત્રી અને ઉત્કર્ષ સ્કુલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની બંસીએ સફળતાની સીડી સર કરેલ છે. ધો.૧૦ના પરિણામમાં ભોજાણી બંસીએ ૯૯.૨૦ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કુલ તેમજ ભોજાણી પરીવારનું ગૌરવ વધારેલ છે. કોમર્સમાં પોતાની કારિકર્દી ઘડવાના સ્વપ્નાઓ સેવતી બંસી અને તેના પરિવારજનો એવું માને છે કે ધો.૧૧-૧૨ કોમર્સનો ઉચ્ચ અભ્યાસ ઉત્કર્ષ સ્કુલમાં જ કરી સીએ બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરી શકશે.

શ્રદ્ધા ગોસ્વામી

ધો.૧૦ના પરિણામમાં શાળાની વિદ્યાર્થીની ગોસ્વામી શ્રદ્ધાએ ૯૯.૦૭ પીઆર સાથે ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્કસ મેળવીને ઝળહળતો દેખાવ કરેલ છે.

શ્રદ્ધાના પિતા ડો.કમલભાઈ ગોસ્વામી રાજકોટ મેડીકલ કોલેજના ગાયનેક ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તેમજ પ્રોફેસર તરીકે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. શ્રદ્ધાના માતા કવિતાબેન દુધરેજીયા પણ ગાયનેકમાં જ આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓએ શ્રદ્ધાને એક ઉચ્ચતમ ડોકટર બનાવવાની મહત્વકાંક્ષા સેવી છે. શ્રદ્ધાએ સાયન્સમાં બી ગ્રુપ લઈને માતા-પિતાનું સ્વપ્ન જરૂર પૂરૂ કરી શકે તેવા સોપાન સર કરેલ છે.

(3:06 pm IST)