રાજકોટ
News of Tuesday, 21st May 2019

રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપમાં ધમાલઃ રહેવાસીઓ પોલીસ મથકે પહોંચ્યા

વિમલે પાઇપ ફટકાર્યાની દેવ વાણકીયાની ફરિયાદઃ દેવ દારૂ પી ધમાલ મચાવતો હોવાની ટાઉનશીપના રહેવાસીઓની પ્ર.નગર પોલીસ મથકમાં લેખિત રજૂઆત

રાજકોટઃ રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપમાં રાત્રે ધમાલ મચી જતાં ટાઉનશીપના રહેવાસીઓ પ્ર.નગર પોલીસ મથકે દોડી આવ્યા હતાં અને બ્લોક નં. ૧૧માં રહેતાં અને એડવર્ટાઇઝનું કામ કરતાં દેવ વિનોદભાઇ વાણકીયા (ઉ.૨૧) નામના યુવાન વિરૂધ્ધ રજૂઆત કરી હતી. આ શખ્સ દારૂ પી રહેવાસીઓને હેરાન કરતો હોવાની રજૂઆત પ્ર.નગર પી.આઇ. શ્રી કાતરીયા સમક્ષ કરવામાં આવી હતી. બીજી તરફ દેવ વાણકીયા પોતાને રાત્રે સાડા દસેક વાગ્યે ગ્રાઉન્ડ ફલોરમાં હતો ત્યારે વિમલે ઝઘડો કરી પાઇપ ફટકાર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી પીએસઆઇ બી.વી. બોરીસાગરે વિમલ સામે ગુનો નોંધ્યો હતો. દેવના કહેવા મુજબ પોતે પડોશી સવિતાબેનને 'તમે ટાઉનશીપમાં બધા વચ્ચે ઝઘડા કેમ કરાવો છો? ચઢામણી કેમ કરો છો?' તેમ કહી વાત કરતો હતો ત્યારે વિમલે વચ્ચે પડી હુમલો કર્યો હતો. તસ્વીરમાં પ્ર.નગર પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચેલા રહેવાસીઓ અને ઇન્સેટમાં ઘાયલ થયેલો દેવ જોઇ શકાય છે

(3:57 pm IST)