રાજકોટ
News of Tuesday, 21st May 2019

ગંજીવાડામાં રીક્ષામાંથી વિનોદ કોળી દારૂની ૮૪ બોટલ સાથે પકડાયો

ગંજીવાડાના રોહીત કાઠી અને હંસા મજેઠીયાની શોધખોળ

રાજકોટઃ શહેરના થોરાળા વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીએ સૂચના આપતા થોરાળા પોલીસ મથકના પીઆઈ બી.ટી.વાઢીયા, એએસઆઈ બી. જાડેજા, હેડ કોન્સ. ભુપતભાઈ, નરસંગભાઈ, આનંદભાઈ, વિજયભાઈ, દિપકભાઈ, કનુભાઈ, રોહીતભાઈ, આશિષભાઈ તથા સહદેવસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઈ બી.જે. જાડેજા તથા સહદેવસિંહ અને આશિષભાઈને મળેલી બાતમીના આધારે ગંજીવાડાના નાકા પાસે દરોડો પાડી ગંજીવાડા મેઈન રોડ પર પી.ટી.સી.ની દીવાલ સામેથી જીજે ૩ ડબલ્યુ ૪૨૯૨ નંબરની રીક્ષામાંથી વિનોદ પોપટભાઈ અબસાણીયા (ઉ.વ. ૩૭)ને રૂ. ૭૩,૬૦૦ની કિંમતની દારૂની ૮૪ બોટલ સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા ગંજીવાડાની હંસા ભગવાનજીભાઈ મજેઠીયા અને રોહીત કાઠીના નામ ખૂલતા તેની શોધખોળ આદરી છે.

(1:40 pm IST)