રાજકોટ
News of Tuesday, 21st May 2019

ધો.૧૦ના પરિણામની સફળતાની વધામણી : મોદી-ધોળકીયાના છાત્રો સંગીત સથવારે ઝૂમ્યા

રાજકોટ : શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં રાજકોટનું પરિણામ ૭૩.૯૨% આવ્યુ છે. જયારે રાજયનંુ પરિણામ ૬૬.૯૭% આવ્યુ છે. રાજકોટ શહેર - જિલ્લામાં એ-૧ ગ્રેડવાળા ૮૬૭ વિદ્યાર્થીઓએ સ્થાન પામી નવો કિર્તીમાન સ્થાપ્યો છે. શહેરની અગ્રણી મોદી સ્કુલ અને ધોળકીયા સ્કુલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા હાંસલ કરી છે. પ્રસ્તુત તસ્વીરમાં ધોળકીયા સ્કુલના સંચાલક જીતુભાઈ ધોળકીયા સાથે એ-૧ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓ નજરે પડે છે. જયારે નીચે મોદી સ્કુલના ડો.રશ્મીકાંતભાઈ મોદી, પ્રિન્સીપાલ સેંજલીયા સાથે એ-૧ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓ અને રાસની રમઝટ બોલાવતા વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:46 pm IST)