રાજકોટ
News of Tuesday, 21st May 2019

ધોળકિયા સ્કૂલે ઇતિહાસ સર્જયોઃ ટોપ ટેનમાં ૬૧ વિદ્યાર્થી ઝળકયાઃ બોર્ડ ફર્સ્ટ ૧૦: A-1માં ર૦૭એ મેદાન માર્યુ

કે.જી.ધોળકીયા સ્કુલ ખાતે રાસ-ગરબાની રમઝટઃ વાલીઓ હર્ષ વિભોરઃ ધોળકીયા બંધુઓ દ્વારા અભિનંદન...

રાજકોટ તા. ર૧ :.. આજે ધો. ૧૦ નું પરીણામ જાહેર થયું છે, અને તેમાં રાજકોટની ધોળકીયા સ્કુલે ઇતિહાસ સર્જી દિધો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામમાં વિજય પતાકા લહેરાવી દિધી છે.

ધોળકિયા સ્કુલની એક યાદી મુજબ આજના પરિણામમાં ટોપ ટેનમાં ૬૧ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકી ઉઠયા છે, તો બોર્ડ ફર્સ્ટમાં ૧૦ વિદ્યાર્થી સુપર હિરો સાબીત થયા છે.

એટલુ જ નહી એ-૧ માં ર૦૭ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે. જબરી જવલંત સફળતા બદલ વિદ્યાર્થીઓ કે. જી. ધોળકીયા સ્કુલ-બાલાજી હોલ પાસે ઉમટી પડયા હતાં, સ્કુલના મેદાનમાં રાસ-ગરબા ફટાકડાની ધૂમ મચાવી હતી.

પોતાના બાળકોના રીઝલ્ટ જાણી-સફળતા માણી વાલીઓ ભાવ વિભોર બની ગયા હતા, હર્ષના અશ્રુ વહેવા લાગ્યા હતાં, સ્કુલના સંચાલકો ક્રિષ્ણકાંત ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા, ઝૂમી ઉઠયા હતાં, મેનેજમેન્ટના મુખ્ય સંચાલક શ્રી જીતેન્દ્ર ગોકાણી તથા અન્યોએ તમામ વિદ્યાર્થીઓ - વાલીઓનો સફળતા બદલ આભાર વ્યકત કર્યો હતો.

(11:47 am IST)