રાજકોટ
News of Tuesday, 21st May 2019

વહેલી સવારે વાદળા બાદ સૂર્યનારાયણના દર્શન સાથે આકરો તાપ

મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડીગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા. ર૧ :.. સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ સહિત ગુજરાતમાં બપોરનાા સમયે ધોમધખતા તાપ સાથે આખો દિવસ ઉકળાટનો અનુભવ થાય છે જો કે સાંજના સમયે કોઇ જગ્યાએ માવઠારૂપે હળવો વરસાદ વરસી જાય છે.

સવારના સમયે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી ઉપર અમુક જગ્યાએ જતો રહેતો હોવાથી ગરમીની વધુ અસર અનુભવાય છે.

આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છના અનેક વિસ્તારોમાં વાદળા છવાઇ ગયા હતાં. જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે વાદળા અદ્રશ્ય થઇ ગયા હતાં.

જુનાગઢ

જૂનાગઢ : જૂનાગઢમાં સવારથી જ સૂર્યદેવતા આગબબુલા થતાં લોકો અને અબોલ જીવોની મુશ્કેલી વધી છે.

ગઇકાલે નવા સપ્તાહનાં પ્રથમ દિવસે જૂનાગઢનાં તાપમાનનો પારો ઉપર ચડીને ૪૧.૧ ડીગ્રીએ પહોંચી ગયો હતો. ૧૩ દિવસ બાદ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડયો હતો.

સોમવારથી સાંજ સુધી ૪૧ ડીગ્રી તાપમાન રહેતા રાત્રે પણ વાતાવરણ ગરમ રહ્યુ હતું આજે સવારે આકાશમાં વાદળા છવાયા ગયા હતાં. અને લઘુતમ તાપમાન ર૮.૪ ડીગ્રી રહ્યું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા ગરમીની સામે બફારો પણ વધ્યો છે. પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૪ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩પ મહત્તમ રપ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજુનું પ્રમાણ ૧૪.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (પ-ર૬)

ઝાપટાની આગાહી

રાજકોટ, તા. ર૧ : દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર આજે પણ હવાનું સાયકલોનિક સકર્યુલેશન રહ્યું હતું.

જેની અસર તળે આગામી બે દિવસ છુટાછવાયા સ્થળે વરસાદી ઝાપટા પડવાની શકયતા તો ઉપર ચડતા પારાથી ફરી એકવાર અસહ્ય તાપનો સામનો કરવો પડે તેવા નિર્દેશ મળે છે.

રાજકોટમાં યલો એલર્ટ

રાજકોટ : રાજકોટમાં તાપમાનનો પારો સતત ઉતર-ચઢ થઇ રહ્યો છે. ગરમીમાં માંડ રાહત મળે તયાં ફરી હીટવેવનું મોજ ઼ફુંકાય. હવામાન ખાતાની આગાહીના પગલે મંગળવારે ફરી તાપમાન ૪રથી ૪૩ ડીગ્રીને વટીને યલો એલર્ટ રહેવાનું મનપાએ જાહેર કર્યું છે. યલ્લો એલર્ટની સ્થિતિએ મનપાએ હીટવેવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

બપોરે ૧ થી ૪માં વયોવૃદ્ધ, બાળકો, પ્રસુતા કે બ્લડપ્રેસર કે અન્ય કઇ બીમારીમાં હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું . આમ છતાં નીકળવું પડે તેવી સ્થિતિમાં ટોપી પહેરવી, સુતરાવ કપડા પહેરવા, સતત થોડી થોડી વારે લીંબુ પાણી અથવા કોઇ પ્રવાહી પીવા (ચીલ્ડ કોલ્ડ ન પીવું), ચક્કર આવે કે જીભ સુકાય એવી સ્થિતિમાં જે સ્થળે હોય તેની નજીક છાયડો શોધીને થોડીવાર ત્યાં બેસી જવું.

રાજકોટ, તા. ર૧ : ગઇકાલે રાજયમાં નોંધાયેલ મહત્તમ તાપમાનના આંકડા નીચે મુજબ છે.

શહેર

મહત્તમ તાપમાન

ડીગ્રી

અમદાવાદ

૪ર.ર

''

ડીસા

૩૯.૭

''

વડોદરા

૪૧.૦

''

સુરત

૪૦.૦

''

રાજકોટ

૪૦.૩

''

ભાવનગર

૪૦.ર

''

પોરબંદર

૩પ.૪

''

વેરાવળ

૩૧.૮

''

દ્વારકા

૩૩.૪

''

ઓખા

૩૩.૪

''

ભુજ

૩૯.૩

''

નલીયા

૩પ.૦

''

સુરેન્દ્રનગર

૪૧.૩

''

ન્યુ કંડલા

૩૬.૭

''

કંડલા એરપોર્ટ

૪ર.૧

''

અમરેલી

૪ર.૦

''

ગાંધીનગર

૪ર.ર

''

મહુવા

૩૭.૮

''

દીવ

૩૪.ર

''

વલસાડ

૩૭.૪

''

વલ્લભ વિદ્યાનગર

૪૦.૦

''

(11:26 am IST)