રાજકોટ
News of Monday, 21st May 2018

ગેલકૃપા ઓર્નામેન્ટસના પ્રોપરાઇટર વિરૂદ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૧ : ગેલકૃપા ઓર્નામેન્ટસના પ્રોપરાઇટર કિશોરભાઇ ચનાભાઇ રામાણી વિરૂદ્ધ રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, કિરણભાઇ ધીરજલાલ ભાલારા તે શિવ જવેલર્સના પ્રોપરાઇટર ઠે. જયશ્રી રામ એવન્યુ પાર્ક, મયુરનગર મેઇન રોડ, બ્લોક નં. ૩, વિજય સીંગની પાછળ, રાજકોટવાળાએ ગેલકૃપા ઓર્નામેન્ટસના પ્રોપરાઇટર કિશોરભાઇ ચનાભાઇ રામાણી, ઠે. ગેલ કૃપા, શ્રી રામ પાર્ક સોસાયટી શેરી નં.ર, બ્લોક નં. બી/૧૬, ભગવતી હોલ સામે, મોરબી રોડ, રાજકોટવાળાને તા. ર૯/૬/ર૦૧૭ના રોજ ૧૦૧.ર૩૭ કિલો વજનના ઓર્નામેન્ટસ જેની કિંમત રૂ. રપ,પ૬,ર૩૪/- ઉધાર આપેલ અને તે પેટે આરોપીએ ફરીયાદીને રૂ. ૪,૦૦,૦૦૦ આરટીએસથી એડવાન્સ પેમેન્ટ આપેલ અને રૂ. ર૧,પ૬,ર૩૪/- બાકી રાખેલ અને થોડા સમયમાં ચૂકવી આપવાની બાંહેધરી આપેલ અને ઉધાર માલની ખરીદી કરેલ.

ત્યારબાદ આરોપીએ કિરણભાઇ ધીરજલાલ લાભારાને ઉપરોકત રકમની માંગણી કરેલ જેથી આરોપીએ ફરીયાદીને પાર્ટ પેમેન્ટ માટે ગેલકૃપા ઓર્નામેન્ટસના પ્રોપરાઇટર તરીકેની સહી કરેલો આઇસીઆઇસીઆઇ બેંક લી., પેલેસ રોડ, રાજકોટ શાખાનો રૂ. પ,૮૧,રપ૦/-નો ચે આપેલ જે ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદરહું ચેક પરત ફરેલ હતો.

આથી ફરીયાદી કિરણભાઇ ધીરજલાલ ભાલારા તે શિવ જવેલર્સના પ્રોપરાઇટરએ કિશોરભાઇ ચનાભાઇ રામાણી તે ગેલકૃપા ઓર્નામેન્ટસના પ્રોપરાઇટરને કાયદા મુજબ પોતાના એડવોકેટ મારફત લીગલ નોટીસ આપેલ જે નોટીસ ત્હોમતદાર કિશોરભાઇ ચનાભાઇ રામાણીને બજી ગયેલ હોવા છતાં ફરીયાદીને લેણી રકમ નહીં ચૂકવતા ફરીયાદીએ ગેલકૃપા ઓર્નામેન્ટસના પ્રોપરાઇટર કિશોરભાઇ ચનાભાઇ રામાણી વિરૂદ્ધ નેગોશ્યેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અને ૧૪ર મુજબ રાજકોટની ફોજદારી અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ છે જે ફરીયાદીની ફરીયાદ ધ્યાનમાં લઇ કોર્ટ દ્વારા ત્હોમતદાર વિરૂદ્ધ સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ મયંકભાઇ પંડયા, અનિતાબેન વાઘેલા, સી.આર. ચાવડા, કૌશલ વ્યાસ, રીતેષ કલ્યાણી, કિશોર પટેલ, કલ્પેશ સગપરીયા રોકાયા હતાં.

(4:40 pm IST)