રાજકોટ
News of Monday, 21st May 2018

શારીરીક સ્વાસ્થ્ય સેમીનારનું બુધવારે આયોજન

ગુરૂકુલ સ્કુલ ઓફ લીડરશીપ દ્વારા રોટરી ભવન ખાતે : માઇન્ડ પાવર અને વેલનેસ કોચ દિનેશ શેલડીયા માગદર્શક

 રાજકોટઃ તા.૨૧, જૈન વેલનેસ ગ્રુપ દ્વારા શારીરીક સ્વાસ્થ્ય સેમીનારનું ફ્રી આયોજન કરવામાં આવેલ જેનો ખુબ જ સારો પ્રતિસાદ મળેલ તેને ધ્યાનમાં રાખી ગુરુકુલ સ્કુલ ઓફ લીડરશીપ દ્વારા તા.૨૩ને બુધવારે બપોરે ૧ થી ૬ રોટરી ભવન વિદ્યાનગર મેઇન રોડ ખાતે ભારતના પ્રખ્યાત કોચ શ્રી દિનેશભાઇ શેલડીયા દ્વારા શારીરીક  સ્વાસ્થ્ય કઇ રીતે જાળવવુ અને તેના ફાયદાઓ શુ છે તે અંગે માર્ગદર્શન અપાશે.

 શારીરીક સ્વાસ્થ્ય માટે બીમારીના મુળ કારણોની સમજણ આપવી અને કોઇપણ પ્રકારની દવા વગર સારવાર કઇ રીતે મેળવી વારંવાર થતી બીમારીથી કઇ રીતે દુર રહેવુ જેથી અત્યારના ભયંકર કલર, કેમીકલ, ચરબી અને ભેળસેળ યુકત ખાય ખોરાકના યુગમાં નિરોગી રહી કૃપોષણથી થતી વિવિધ બીમારીઓની સારવાર કઇ રીતે ફકત સારો ખાદ્ય ખોરાક બદલવાથી જ આપણે આપણા પરિવાર તથા સમાજની કાયમી દવા વગર જ શારીરીક સ્વાસ્થ્યની જાળવણી કરાવી શકીએ

 આવી સમાજ ઉપયોગી અમુલ્ય માહિતી સરળ શબ્દોમાં દ્વારા ભારતભરમાં પ્રખ્યાત માઇન્ડ પાવર અને વેલનેસ કોચ શ્રી દિનેશભાઇ શેલડીયા માહિતગાર કરશે જીવનમાં શારીરીક સ્વાસ્થ્ય માટે કરેલુ ખર્ચ એજ સાચુ રોકાણ છે તેમ જૈન અગ્રણી મિલનભાઇ મહેતા, હિતેશભાઇ મણિયાર તથા માસ્ટર ટ્રેનર   વિજયભાઇ હિરાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 રજીસ્ટ્રેશન માટે પરાગભાઇ (૯૮૨૫૫૧૧૦૪૬),(૯૨૬૫૨૩૭૦૪૮) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:46 pm IST)