રાજકોટ
News of Monday, 21st May 2018

માસુમ બાળા પર દુષ્કર્મ આચરનાર ઢગો સુદામા ચૌધરી જેલ હવાલે

પૌરૂષત્વનું પરીક્ષણ બીજીવાર પણ ન થઇ શકયું

રાજકોટ, તા. ર૧ : શહેરમાં પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ સુદામા લુરૂખભાઇ ચૌધરી (ઉ.વ.પ૮) ના આજે રીમાન્ડ પરાૂ થતાં મહિલા પોલીસે તેને કોર્ટ હવાલે કરતા તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ બાળકીની માતાની ફરીયાદ પરથી મૂળ ઉતરપ્રદેશના સુદામા લુરૂખભાઇ ચૌધરી (ઉ.વ.પ૮) સામે આઇપીસી ૩૭૬ તથા પોસ્કો હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ તા. ૧૬મીએ રાત્રે તેણીના ઘરમાં હતી ત્યારે તેની પાંચ વર્ષની એક ચાર વર્ષની બે દિકરીઓ બહાર ડેલી પાસે રમતી હતી, જેમાંથી ચાર વર્ષની દિકરી ઘરમાં પરત આવી ગઇ હતી. થોડીવાર બાદ પડોશી યુવાને આવીને કહેલ કે તમે તમારી દીકરીનું ધ્યાન રાખવા બાબતે કહેતા બાળકીની માતાએ ઓરડી તરફ દોડી ગઇ હતી અને બારીમાંથી જોતા તેણીની પાંચ વર્ષની દીકરી સાથે સુદામા દુષ્કર્મ આચરતો જોવા મળતા તેણીએ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને હવસખોર સુદામાને ધોલધપાટ કરી તેને પોલીસમાં સોંપ્યો હતો. આ બનાવમાં મહિલા પોલીસ મથકના પીઆઇ પી.બી. સાપરા, સુધાબેન તથા હાજીભાઇ તથા શૈલેષભાઇ કોરાટે તેની ધરપકડ કરી બાદ તેનું બે વખત પૌરૂષત્વનું પરીક્ષણ થઇ શકયું ન હતું. સુદામા ચૌધરીના આજે રીમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

(4:24 pm IST)