રાજકોટ
News of Monday, 21st May 2018

શાપર-વેરાવળની ઘટનામાં તાકીદે સહાય મંજુરઃ ૪ લાખનો ચેક અપાયોઃ બાકીના ૪ લાખ હપ્તે અપાશે

કલેકટરે અધિકારીઓ દોડાવ્યાઃ મરનારના વિધવાને દર મહિને ૫ હજાર પેન્શન..

રાજકોટ તા.૨૧: શાપર-વેરાવળમાં વાણીયા મુકેશભાઇ સવજીભાઇ ઉપર અત્યાચાર થતા તેમનું કરૂણ મોત નીપજયું હતું. આ ઘટનાના ઘેરા પડઘા પડતા સરકારે તાબડતોડ પગલા લીધા છે, સરકારની સૂચના બાદ કલેકટરે મારતીગાડીએ પોતાના અધિકારીઓને દોડાવ્યા હતા, સીટી પ્રાંત-૨ શ્રી પ્રજ્ઞેશ જાની, અને નાયબ નિયામક જાતિ કલ્યાણ સહિતના અધિકારીઓ શાપર-વેરાવળ દોડી ગયા હતા.

આ ઘટનામાં અત્યાચારનો ભોગ બનનાર કુટુંબને તાકિદની સહાય અપાઇ છે.મંજુર સહાયઃ આ સહાયમાં કુલ રૂ. ૮,૨૫,૦૦૦/- તે પૈકી ૫૦ ટકા લેખે રૂ. ૪,૧૨,૦૦૦/- ચેક દ્વારા ચુકવણું કરાયું હતું. બાકીની રકમ રૂ. ૪,૧૨,૦૦૦/- ચાર્જશીટ થયે ચુકવવામાં આવશે. આ ઉપરાંત કુટુંબની ૪ વ્યકિતને અનાજ કઠોળના વ્યકિત દીઠ ૫૦૦/- લેખે ૩ માસના કુલ ૬૦૦૦/- મંજુર કરી ચેકથી ચુકવણું કરવામાં આવશે. અને મરણ જનારના પત્નીને માસીક ૫૦૦૦/- પેન્શન + મોંઘવારી ભથ્થાના દર સાથે ચુકવવામાં આવશે તેમ એક યાદીમાં ઉમેરાયું છે.

(4:20 pm IST)