રાજકોટ
News of Monday, 21st May 2018

સમગ્ર ગુજરાતમાં રાજકોટ દિશા દર્શન આપનારુ ક્ષેત્રઃ ભીખુભાઈ

રાજકોટઃ પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં સંગઠન સરપંચના અને આગામી કાર્યક્રમો અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં ભાજપ દ્વારા અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે ઝોનવાઈઝ પ્રદેશ ભાજપના મહામંત્રીઓ દ્વારા બેઠક યોજાઈ રહી છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, શહેરના પ્રભારી અને વરિષ્ઠ અગ્રણી પુષ્પદાનભાઈ ગઢવી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાસંદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બક્ષીપંચ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહીતનાની ઉપસ્થિતમાં શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપના અપેક્ષીત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંધિક ગીત વોર્ડ નં.૧૦ના પ્રભારી માધવ દવેએ કરાવ્યુ હતુ અને ત્યારબાદ શહેર ભાજપ દ્વારા પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાના જન્મદિન અંતર્ગત શાલ અને બુકેથી જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી તેમજ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટય કરી આ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ રાજય સરકાર દ્વારા ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાનની સીડિનુ નિર્દશન કરવામાં આવ્યુ હતું. બેઠકનું શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતુ તેમજ આ તકે શહેર ભાજપ પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવીએ કાર્યકર્તાઓને પાર્ટીનું સંગઠન વધુને વધુ મજબુત બને તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ અને શહેરના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપા સરકાર દ્વારા થઈ રહેલ સમગ્ર ગુજરાતભરમાં સુજલામ- સુફલામ જળ અભિયાન અંતર્ગત શહેરમાં ચાલી રહેલ લાલપરી- રાંદરડા, આજીનદી તથા રેસકોર્ષ-૨ અંગે તળાવ ઉંડા કરવાની વિસ્તૃત માહિતી આપી હતી અને આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતુ કે રાજકોટએ સમગ્ર ગુજરાતના સંગઠનને દિશા દર્શન આપનારુ ક્ષેત્ર બન્યુ છે ત્યારે રાજય નેતૃત્વ જયારે રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી કરી રહ્યા છે ત્યારે જનસંઘની લઈ ભાજપ સુધીની સફરમાં અનેક રાજકોટના વરિષ્ઠ આગેવાનોએ ગુજરાતના વિકાસમાં પોતાનુ અનેરૂ યોગદાન આપ્યુ છે. ત્યારે રાજય સરકાર દ્વારા હાલ જળ સંચય અભિયાનની સુંદર કામગીરી ચાલી રહી છે આવુ અનેરૂ કાર્ય ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર જોવા મળી રહયું છે. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના પ્રવિણભાઈ ડોડીયા, રામભાઈ પટેલ, રમેશભાઈ જોટાંગીયા, રાજુભાઈ કુંડલીયા, પંકજભાઈ ભાડેશીયા, ભરતભાઈ સોલંકી, હરીશ ફીચડીયા, ચેતન રાવલ, રાજન ઠકકર, નલહરીભાઈ, વિજય મેર, ઈન્દ્રીશ ફુફાડ, રામભાઈ ચાવડા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:11 pm IST)