રાજકોટ
News of Monday, 21st May 2018

આ શુ ? પોલીસ કાફલાએ પોલીસવાનને જ ટોઇંગ કરી ? !

શહેરના ભીલવાસ પાસે આજે પોલીસ કાફલો પોલીસની જીપ્સી (PCR વાન) ને ટોઇંગ કરીને લઇ જઇ રહ્યા હતા. ત્યારે રાહદારીઓમાં પણ અચરજ થતુ હતું અને એવો સવાલ ઉઠાવતા હતા કે શું પોલીસે ખોટી જગ્યાએ વાન પાર્ક કરી હતી કે વાહન ટોઇંગ કરાયું ?  જો કે વાત જાણે એમ હતી કે પોલીસની પીસીઆર વાન બંધ પડી જતા તેને હેડ કવાર્ટર એમ.ટી. ખાતે લઇ જવા માટે તાત્કાલીક પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને બંધ પોલીસ વાનને ગેરેજ ભણી લઇ જવાતુ હતું. પોલીસ વાન રાહદારીઓના વાહનોને ટોઇંગ કરીને લઇ જતા હોવાનું લોકોએ ઘણીવાર નિહાળ્યુ હતું પરંતુ પોલીસ વાનને ટોઇંગ કરીને લઇ જવાના કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળતા હોય લોકોમાં અચરજ ફેલાયુ હતું જે પળ  ને અમારા ફોટોગ્રાફર સંદિપ બગથરીયાએ કેમેરામાં કેદ કરી લીધી હતી.

(4:10 pm IST)