રાજકોટ
News of Monday, 21st May 2018

તડકાથી બચવા હાથ લાગ્યું તે હથિયાર

 છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરમાં તાપમાનનો પારો ૪૪ ડીગ્રી સુધી ઉંચકાયો છે. ત્યારે જીવ માત્ર તાપમાનથી બચવા હાથ લાગ્યું તે હથિયાર અપનાવી રહેલ છે. તસ્વીરમાં કબુતરો પાણીના કુંડીમાં સ્નાન કરી ઠંડક મેળવી રહયા છે અને તસ્વીરમાં બહેનો માત્ર આંખ દેખાય તેટલા શરીર પર સુતરાઉ કાપડ ઢાંકી તાપમાન સામે રક્ષણ મેળવી રહેલા દર્શાય છે. છેલ્લી તસ્વીરમાં એકટીવા સ્કુટર ઉપર છત્રી લગાવીને તડકાથી રક્ષણ મેળવી રહેલા વડીલ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:08 pm IST)