રાજકોટ
News of Monday, 21st May 2018

કેન્દ્રના માનવાધિકારી પંચના વડા જલા ઝા રાજકોટમાં

સાંજે કલેકટર કચેરીમાં મહત્વની મીટીંગઃ ત્યારબાદ સેન્ટ્રલ જેલની વિઝીટ કરશે

રાજકોટ, તા. ૨૧ : આજે સાંજે ૫ વાગ્યે ભારતના માનવાધિકારી મંચના ચેરમેન શ્રી જલા ઝા રાજકોટ આવી રહ્યા છે. તેઓ રાજકોટ આવ્યા બાદ સીધા કલેકટર કચેરી ખાતે કલેકટર, પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર અને એસપી સાથે માનવાધિકારી પંચ અંગેના કેસોની સમીક્ષા કરશે અને ફાઈલો ચેકીંગ કરશે.

મળતી વિગતો મુજબ કલેકટર કચેરીના એક પણ કેસ નથી. પરંતુ કોર્પોરેશન, જેલ અને પોલીસતંત્રના કેસો હોય કલેકટરે સંબંધિત અધિકારીઓને ફાઈલો સાથે હાજર રહેવા સુચના આપી છે.

કલેકટર કચેરીમાં મીટીંગ અને કેસોની સમીક્ષા બાદ શ્રી જલા ઝા જેલની મુલાકાતે જશે. ત્યાં તમામ બાબતોનું નિરીક્ષણ કર્યા પછી બે થી ત્રણ કેદીઓને રેન્ડમલી મળશે અને વિગતો જાણશે. શ્રી જલા ઝા આવી રહ્યા હોય જેલસત્તાવાળાઓમાં પણ દોડધામ થઈ રહી છે. રાજકોટથી તેઓ પોરબંદર, દ્વારકા, વેરાવળ, સોમનાથ જનાર હોવાનું જાણવા મળે છે.(૩૭.૭)

(1:05 pm IST)