રાજકોટ
News of Wednesday, 21st April 2021

રાજકોટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ ચા-પાનની હોટેલો સહિત કુલ ૩૫ વ્યવસાયિક એકમો સાત દિવસ માટે સીલ

રાજકોટ : મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૧ ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૩૫ વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે જેમાં
૧. જય તલસાણીયા હોટલ, ૧૫૦ ફુટ રિંગ રોડ
૨. રાધે ક્રિષ્ના પાન & કોલ્ડ, કોઠારીયા રોડ
૩. નયન પાન, રામાપીર ચોકડી
૪. દેવ દ્વારકાધીસ કોલ્ડ , ગાંધીગ્રામ
૫. બાલાજી ટી સ્ટોલ, ટાગોર રોડ
૬. સરગમ કોલ્ડ, ટાગોર રોડ
૭. કનૈયા પાન & કોલ્ડ, જામનગર રોડ
૮. ખોડીયાર ટી હોટલ, જામનગર રોડ
૯. શિવ ફેશન, કોઠારીયા રોડ
૧૦. રાધે પાન & ટી, જામનગર રોડ
૧૧. ઓમ કાર્સ, જામનગર રોડ
૧૨. ફેશન ફૂટવેર, કોઠારીયા રોડ
૧૩. શ્રી રવેચી ટી સ્ટોલ, કૃષ્ણનગર મેઈન રોડ
૧૪. ગાત્રાળ ડિલકસ, કૃષ્ણનગર મેઈન રોડ
૧૫. શક્તિ ટી સ્ટોલ, કૃષ્ણનગર મેઈન રોડ
૧૬.   શ્રી રાધે ક્રિષ્ના પાન, કોઠારીયા રોડ
૧૭. જય દ્વરકાધીશ હોટલ & પાન, સહકાર મેઈન રોડ
૧૮. જય વાળીનાથ ડિલક્સ, મોવડી રોડ
૧૯. કે.કે.કે. ( કુળદેવી કૃપા કોર્નર) પાન &   કોલ્ડ, કાલાવડ રોડ
 ૨૦. તાજ પાન & કોલ્ડ, કોઠારીયા રોડ
૨૧. શ્રીજી હોટલ, કાલાવડ રોડ
૨૨. આર્જુ સિલેકસન, નહેરૂનગર ૮૦ ફુટ રોડ
૨૨. કનૈયા હોટલ, અર્ટીકા  ફાટક
૨૩. ક્રિષ્ના ડિલકસ પાન & કોલ્ડ , અર્ટીકા ફાટક
૨૪. જનક ટેઈલર & અેમ્બ્રોડરી, પારેવડી ચોક
૨૫. એસ. બી. જિન્સ, બેડી નાકા ટાવર
૨૬. પ્રણામ ફરસાણ માટૅ, રૈયા રોડ
૨૭. નેમીરાજ ટ્રેડિંગ કાં. રૈયા રોડ
૨૮. રાજ અેમ્પોરીયમ,  પ્રહલાદ ચોક
૨૯. લાલાભાઈ બંગડીવાલા, બંગડી બજાર
૩૦. અક્ષર ઈલેકટ્રોનિક્સ,  સાગણવા ચોક
૩૧. ક્રિષ્ના ડિલકસ, કોઠારીયા રોડ
૩૨. રામદેવ ફૂડ પાર્સલ, કોઠારીયા રોડ
૩૩. સંતોષ ફરસાણ, પોપટ પરા
૩૪. જાનકી કોલ્ડ, કોઠારીયા રોડ
૩૫. શકિત ચા, કોઠારીયા રોડ
નો સમાવેશ થાય છે . જે સાત  દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે

(9:15 pm IST)