રાજકોટ
News of Wednesday, 21st April 2021

રેમડેસિવિર માટે ૨૪ કલાક ધમધમતો ડેપો : બે મામલતદારોને જવાબદારી

રાજકોટ :  કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધતા સારવારમાં જેને ખરેખર જરૂરિયાત છે તેવા દર્દીઓને રેમડેસિવીર ઈન્જેકશન મળી રહે તે માટે રાજય સરકારના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લાને પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં રેમડેસિવીર ઇન્જેકશન ડોકટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ પુરતા પ્રમાણમાં દર્દીઓને મળી રહે તે માટે કલેકટર શ્રી રેમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે હોસ્પિટલોમાંથી આવતી ઇન્જેકશનની જરૂરિયાતને ઓનલાઇન ડોકયુમેન્ટ તપાસીને મંજુર કરવામાં આવે છે. કલેકટર કચેરી ખાતે રેમડેસિવીર ઇન્જેકશનની જરૂરિયાત અંગેની મંજૂરીઓ તત્કાલ આપવા માટે કોમ્પ્યુટરાઇઝડ કંટ્રોલરૂમ રાઉન્ડ ધ કલોક શરૂ કરવામાં આવ્યો છે. જે તસ્વીરમાં દર્શાય છે.  આ કંટ્રોલરૂમમાં બે  મામલતદાર શ્રી  એચ.સી.તન્ના અને શ્રી ઉતમ કાનાણી પણ દેખરેખ રાખી રહ્યા છે. જયારે જુદી જુદી ત્રણ શિફ્ટમાં ૧૨ જેટલા કર્મચારીઓ સેવા આપી રહયાં છે.

(4:21 pm IST)