રાજકોટ
News of Wednesday, 21st April 2021

ગેસના બાટલાની ચોરી કરનારા રાજા મુરાદ, મોસીન અને મનિષ કોર્ટ હવાલે : રાહીલને કોરોના

કારખાનાના માલીકે બાટલા આપવાની ના પાડતા રાહીલે મિત્રો સાથે મળી ચોરી કરી'તી

રાજકોટ,તા. ૨૦: નવા થોરાળામાં આવેલા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી નાઇટ્રોજન, ઓકિસજન અને હાઇડ્રોજન ગેસના બાટલાની ચોરી કરનારા ચાર શખ્સોને થોરાળા પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ નવા થોરાળામાં આવેલી બાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી ગત તા. ૧૯મીએ રાત્રે તાળા તોડી ચાર શખ્સોએ નાઇટ્રોજન ભરેલો એક, એક ઓકસીજનનો ખાલી બાટલો અને બે હાઇડ્રોજન ગેસના ખાલી બાટલા અને બે હાઇડ્રોજન ગેસના ખાલી બાટલા મળી કુલ ચાર બાટલા ચોરી જતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ બનાવ થોરાળા પોલીસ મથકના પી.આઇ.બી.એમ.કાતરીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પી.એસ.આઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભુપત વાસાણી, આનંદભાઇ પરમાર, શૈલેષભાઇ ભીસડીયા, કનુભાઇ ધેડ, રાજદીપસિંહ ચૌહાણ, જયદીપભાઇ ધોળકીયા, ધર્મેશભાઇ ખાંડેખા, રમેશભાઇ માલકીયા, તથા રવિભાઇ રત્નુ સહિતે ગણતરીની મુળ અમરેલીના રાજુલા અલ્લાટબીડા હાલ ગંજીવાડા શેરી નં. ૫માં ભાડે રહેતો રાહીલ આરીફભાઇ સુમરા (ઉવ.૨૩) દૂધની ડેરી ગામેતી હોલ પાસે ફારૂકી સોસાયટી શેરી નં. ૧ના રાજા મુરાદ બશીરભાઇ અજમેરી (ઉવ.૨૨), મનહર સોસાયટી શેરી નં. ૧ના મોહસીન મહેબુબભાઇ પઠાણ (ઉવ.૨૩) અને ચુનારાવાડ શેરી નં. ૨/૩ પાસે ચામુડામાના મઢમાં રહેતો મનીષ બાબુભાઇ વિસણીયા (ઉવ.૨૮) ને પકડી લઇ ચાર બાટલા કબ્જે કર્યા હતા. આ બનાવમાં શહીલે ત્રણ દિવસ પહેલા મિત્ર જમાલ મેતરને ફોન કરી પુછેલ કે 'મારે ઓકસીજનના બાટલા જોઇએ છે. કયાં મળશે. જેથી જમાલે જણાવેલ કે મયુરનગર મેઇન રોડ પર બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મળશે. તેમ કહેતા રાહીલ તા. ૧૮ના રોજ કારખાને જઇ બાટલા માગતા કારખાનાના માલીકે બાટલા આપ્યા ન હતા. તેથી રાહીલે તેના ત્રણ મિત્રો રાજા મુરાદ, મોહસીન અને મનીષ સાથે મળી તેજ દીવસે રાત્રે કારખાનમાંથી ચાર બાટલા ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસે ચારેયના કોરોના ટેસ્ટ કરાવતા રાહીલ સુમરાને કોરોના પોઝીટીવ આવત રેન બસેરામાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યારે અન્ય ત્રણને આજે કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

(3:28 pm IST)