રાજકોટ
News of Wednesday, 21st April 2021

રાજકોટમાં ઓક્સિજનની શોર્ટેજ પણ વધુ અછત ન સર્જાય તે માટેના પૂરતા પ્રયત્નો

રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યુ હતું કે દરરોજ ૨૦૦૦ જેટલા રેમડેસીવીર ઈન્જેકશન આવે છે જેમાં ગંભીર દર્દી હોય તેવા લોકોને પહેલા ઈન્જેકશન આપવામાં આવે છે : વધુ બેડની કાર્યવાહી ચાલુ છે : સમરસ હોસ્ટેલમાં ઍક - ઍક માળે ૧૦૦ ઍમ કુલ ૪ માળમાં ૪૦૦ બેડની સુવિધા કરાશે : કેન્સર કોવિડ હોસ્પિટલમાં ૨૦ બેડ હાલમાં છે અને ૨૦ બેડનો વધારો કરવામાં આવશે : સરકારી હોસ્પિટલોમાં હાલ વેન્ટીલેટર પુરતા પ્રમાણમાં છે જયારે ખાનગી હોસ્પિટલમાં જરૂર પડે તે મુજબ વેન્ટીલેટર આપવામાં આવે છે.

(1:07 pm IST)