રાજકોટ
News of Sunday, 21st April 2019

રિદ્ધી સિદ્ધી સોસાયટી અને શ્રીનાથજી સોસાયટીના મકાનમાં જુગારના દરોડોઃ ૧૧ મહિલાઓ પકડાઇ

આજી ડેમ પોલીસે હીનાબા ડાભીના મકાનમાંથી સાત અને ક્રાઇમ બ્રાંચે મંજુ ખાંટના મકાનમાંથી ચારને ઝડપી લીધા

રાજકોટઃ  સાંઢીયા પુલ પાસે રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં દરબાર મહિલાના મકાનમા આજીડેમ પોલીસે સાત અને શ્રીનાથજી સોસાયટીમાં ખાંટ મહિલાના મકાનમાંથી ચાર મહિલાઓને જુગાર રમતા પકડી લીધી છે.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. આર.જે. જાડેજા તથા હેડ કોન્સ.  કે.એમ. સોલંકી સહિતે બાતમીના આધારે સાંઢીયા પુલ પાસે રિદ્ધી સિદ્ધી સોસાયટી શેરી નં.ર  મા  રહેતા હીનાબા મયુરસિંહ ડાભીના મકાનમા દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક હિનાબા તથા  આરતીબા વજેસિંહ રહેવર (ઉવ ર૯), દિવ્યા વિજયભાઇ દેવડા (ઉવ ૩૦), ચંદ્રીકા માધવજીભાઇ પાઉં (ઉવ પપ), ખુશ્બુ અમીતભાઇ દલવી (ઉવ ર૯), સરોજબેન વિજયભાઇ સોનરાજ (ઉવ ૩ર), અને દક્ષા હિતેશભાઇ દવે  (ઉવ ૩૩), ને  પકડી લઇ રૃ. ૪પ,પ૦૦ ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી જયારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ.વી. પટેલ, તથા હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે મવડી શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭ મા રહેતી મંજુ ભાનુભાઇ ગુજરાતી (ઉવ પ૬), ના મકાનમા દરોડો પાડી જુગાર રમાડતી મકાન માલિક મંજુ ગુજરાતી, હિરાબેન જીવાભાઇ  ગુજરાતી (ઉવ પ૦), સોનલ મહેશભાઇ ચૌહાણ (ઉવ રર), અને શીતલ રમેશભાઇ ગુજરાતી (ઉવ ૩પ) ને પકડી લઇ રૃ. ૮૪ર૦ ની રોકડ સહીતની મતા કબજે કરી  કાર્યવાહી કરી હતી.

(12:51 pm IST)