News of Saturday, 21st April 2018
ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલનો કાલથી શુભારંભ
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ ઉપર ૨૩ એકર જગ્યામાં આકાર પામેલ ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલનું કાલે ઉદ્ઘાટન થનાર છે. આજે સ્કુલના ટ્રસ્ટીશ્રીઓએ ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આર્શીવાદ મેળવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ફિનલેન્ડના શ્રી પેટ્રીએ ત્યાંની શિક્ષણ પધ્ધતિ અંગે શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચર્ચા કરી બુનિયાદી શિક્ષણ અને બાળકોના સર્વાગી વિકાસને પ્રાધન્ય ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલમાં અપાશેનું જણાવેલ. આ પ્રસંગે શ્રી કિરીટભાઈ ગણાત્રાને સ્કુલના ટ્રસ્ટીશ્રીઓ દિલીપભાઈ સિંહાર, દર્શીતભાઈ જાની, નિરેનભાઈ જાની, ડો.વિવેકભાઈ સિંહાર, હીરેનભાઈ ખીમાણીયા તથા ડો.અતુલભાઈ વ્યાસે કાલે ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ પાઠવેલ.(તસ્વીરઃસંદીપ બગથરીયા) (૩૦.૩)
(12:48 pm IST)