રાજકોટ
News of Saturday, 21st March 2020

વિદેશોમાં પ્રવાસ કરીને પરત આવેલા ટુરિસ્ટો અને કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ ધ્યાનમાં હોય તો વહીવટી તંત્રને તાકીદે જણાવો

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને ટૂર ઓપરેટરોની બેઠક

રાજકોટ તા. ૨૧ :  કોરોના વાયરસને ફેલાતો અટકાવવા અને સંક્રમણ ન થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ટુર પેકેજ યોજતા ટુર ઓપરેટરોનીઙ્ગતાકીદની બેઠક યોજવામાં આવી હતી.

કલેકટર રેમ્યા મોહને તારીખ ૧૫મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં બુકીંગ કરાવીને વિવિધ દેશોમાં ગયેલા રાજકોટ શહેર અને જિલ્લામાંથી વિદેશ ગયેલા ટુરિસ્ટોની યાદી તેમજ વિદેશ પ્રવાસ કરીને આવેલા નાગરિકો વિશેની માહિતી વહીવટી તંત્રને આપવા અનુરોધ કર્યો છે. જેથી તેઓનું વેરિફિકેશન અને જરુરી તબીબી તપાસ કરી શકાય.

આ ઉપરાંત રાજકોટ સિવાય રાજયના અન્ય સ્થળોએથી બુકીંગ કરાવીને વિદેશ ગયેલા અથવા પોતાની રીતે ગયેલા લોકોની જાણકારી હોય તો તેની વિગતો તંત્રને આપવાની વિનંતી પણ કલેકટરે આ બેઠકમા કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા,ઙ્ગડી.સી.પી. રવિ સૈની,ઙ્ગપ્રાંત અધિકારી સિદ્ઘાર્થ ગઢવી,ઙ્ગડીઝાસ્ટરના પ્રિયાંક સિંહ,ઙ્ગટૂર ઓપરેટર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)