રાજકોટ
News of Thursday, 21st March 2019

હોળી-ધૂળેટી પર્વમાં દેશી-વિદેશી દારૂ-જૂગારના ૨૪ સ્થળે દરોડાઃ નશો કરેલા શખ્સો પણ પકડાયા

રાજકોટઃ હોળી-ધૂળેટીના પર્વની શાંતિથી ઉજવણી થાય એ માટે પોલીસે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને દારૂ-જૂગારના દરોડાની ડ્રાઇવ યોજી હતી. હોળીની રાતે દેશી-વિદેશી દારૂના ૨૪ દરોડા પાડી ૨૦ને પકડી લેવાયા હતાં. જ્યારે ચાર ભાગી ગયા હતાં. નશો કરેલી હાલતમાં ત્રણ તથા છરી સાથે બે ઝપટે ચડ્યા હતાં. આજે ધુળેટીના દિવસે પણ ઝુંબેશ યથાવત છે.

(1:29 pm IST)