રાજકોટ
News of Thursday, 21st March 2019

સાગરનગરમાંથી મનસુખ ઉર્ફ અરવિંદ કોળને પિસ્તોલ અને ૭ જીવતા કાર્ટીસ સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યો

રાજકોટ તા. ૨૨: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે સાગરનગર મેઇન રોડ પર રામદેવ વેલ્ડીંગ સામેથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ તથા ૭ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે. પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા, હરેશગીરી ગોસાઇ, અભિજીતસિંહ જાડેજા, કરણભાઇ મારૂ, સ્નેહ ભાદરકા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. કરણ મારૂ અને સ્નેહ ભાદરકાને બાતમી પરથી મનસુખ ઉર્ફ અરવિંદ વિરજીભાઇ ગોહેલ (કોળી) (ઉ.૩૫-રહે. સાગરનગર મેઇન રોડ)ને દેશી બનાવટની ૧૫ હજારની પિસ્તોલ અને રૂ. ૭૦૦ના ૭ જીવતા કાર્ટીસ સાથે પકડી લેઇ વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

(1:30 pm IST)