રાજકોટ
News of Thursday, 21st March 2019

મોચી બજાર ખાડામાં લોધા યુવાન અશોકભાઇ અને તેના માતા પર હુમલોઃ આરીફે અશોકભાઇને છરીના ત્રણ ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા

હોળીના દિવસે વૃધ્ધાએ સાઇડમાં જવાનું કહેતાં માથાકુટ હુશેન અને નિલેષે યુવાનના માતાને પણ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૨૨: શહેરના મોચી બજાર ખાડામાં બંધ પડેલી એનેકસી ટોકિઝ સામે મેલડી માતાજીના મંદિર બાજુ ઢાળ પાસે મોચી બજારના લોધા યુવાન અશોકભાઇ ભીખાભાઇ ઝરીયા (ઉ.૪૦) પર હોળીના દિવસે આરીફ રઝાકભાઇ, હુશેન બસીરભાઇ અને નિલેષ આડેસરાએ છરીથી હુમલો કરી પડખા, ડાબી પાંસળી નીચે તેમજ ડુટી ઉપર ત્રણ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા કરતાં સારવાર હેઠળ છે. આ ત્રણેય શખ્સો શેરીમાં રસ્તા વચ્ચે બોલાચાલી કરતાં હોઇ તેને સાઇડમાં જવાનું કહેતાં હુમલો કર્યો હતો.વચ્ચે પડેલા અશોકભાઇના માતા બચીબેનને પણ માર મારવામાં આવ્યો હતો.

(1:28 pm IST)