રાજકોટ
News of Thursday, 21st March 2019

આનંદનગરના ક્વાર્ટરમાં ઇંગ્લીશ દારૂની બોટલો સાથે પ્રકાશ પિત્રોડાને ઝડપી લેતી ભકિતનગર પોલીસ

 

રાજકોટ :રાજકોટના આનંદનગર ક્વાર્ટરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પ્રકાશ હસમુખભાઈ પિત્રોડા નામના યુવાનને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો છે

   પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પો.કમી સિધ્ધાથ ખત્રી  તથા ડી.સી.પી. જોન- રવિ મોહન સૈની તથા .સી. એચ.એલ.રાઠોડ પુર્વ વિભાગ સા. તથા પો.ઇન્સ. વી.કે.ગઢવીની સુચના અન્વયે

લોકસભાની ચુંટણી શાંતીપુર્ણ યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે પેટ્રોલીંગ દરમ્યાન મહીલા પો.કોન્સ. પુજાબેન અગ્રાવતને મળેલ બાતમી આધારે આનંદનગર ના કવાર્ટરમાંથી આરોપીના રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂની બોટલો પકડી પાડવામાં આવેલ છે.અને આરોપી પ્રકાશ હશમુખભાઈ પિત્રોડા ( ઉવ, ૩૦ ) (  રહે. આનંદનગર કવાર્ટર નં-એફ- બ્લોક ને-૨૦૧ રાજકોટ) ને રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ હીસકીની બોટલ નંગ-કિ.રૂ. oooનો મુદામાલ સાથે ઝડપી લેવાયો હતો

 

આવ કામગીરીમાંપો..ઇન્સ. વી.કે.ગઢવી તથા પો.સબ ઇન્સ. પી.બી.જેબલીયા તથા પો.હેડ.કોન્સ.રણજીતસિંહ પઢારીયા તથા સલીમભાઈ મકરાણી તથા મહેન્દ્રસિંહ ડોડીયા તથા વિક્રમભાઇ ગમારા તથા મહીલા પો.કોન્સ. પુજાબેન અગ્રાવત તથા પો.કોન્સ. વાલજીભાઇ જાડા તથા ભાવેશભાઇ મકવાણા તથા દેવાભાઈ ધરજીયા તથા દિવ્યરાજસિંહ ઝાલા રાજેશભાઇ ગઢવી તથા મનિષભાઇ શીરોડીયા જોડાયા હતા .

(1:16 am IST)