રાજકોટ
News of Wednesday, 21st March 2018

વોર્ડ નં. ૧૧ના ૧૬૦ વિસ્તારમાં સફાઇ

રાજકોટ તા. ૨૧ : 'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ અંતર્ગત આજે વોર્ડ નં.૧૧માં સઘન સફાઈ કરવામાં આવેલ છે. તેમા નહેરુનગર મે.રોડ, નહેરુનગર શેરી નં.૧ થી ૫, નહેરુનગર અઘાત, ન્યુ વિશ્વનગર, ગીરનાર સોસાયટી, આદિત્ય પાર્ક, સાનિધ્ય બંગલો, સરદાર પટેલ પાર્ક, વલ્લભ વિદ્યાનગર, ગોવિંદરત્ન પાર્ક, બેકબોન પાર્ક, ધરમનગર, પટેલનગર, જલારામ સોસાયટી પાસે સફાઈ કરવામાં આવેલ.

આ સફાઈ ઝુંબેશમાં ૧૬૦ લતા વિસ્તાર સાફ કરવામાં આવેલ ૨ મેઈન રોડ સાફ કરવામાં આવેલ બધા લતા વિસ્તારમાં મેલેથેન તથા લાઈમ પાવડરનો છંટકાવ કરવામાં આવેલ, ૨ કચરાના ન્યુસન્સ પોઈન્ટ સાફ કરવામાં આવેલ, ૪૪ ટીપ્પર વાનની કચરાની ટ્રીપ કરવામાં આવેલ, ૫ ટ્રેકટર અને ૧૨ ડમ્પર દ્વારા ૬ જેસેબી દ્વારા ૨ વોકળાની સફાઈ અને સ્વીપર મશીન દ્વારા નાના મૌવા રોડ તથા મવડી રોડ સ્વીપીંગ મશીન દ્વારા સાફ કરવામાં આવેલ.

સાથો સાથ આરોગ્ય વિભાગની ૧૫ ટીમ દ્વારા ઉપરના તમામ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, ઘરે ઘરે જઈ પાણીના ટાંકામા દવાઓ નાખવાની કામગીરી, મોટા અને ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, દરેક ઘરમાં ફોગીંગ કરવાની કામગીરી, વાહન દ્વારા જાહેર રોડ તથા શેરીઓમાં ફોગીંગ કરવાની કામગીરી, આરોગ્યશિક્ષણ તથા આરોગ્ય માટે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણની કામગીરી, આ કામગીરીમાં આરોગ્ય ચેરમેન મનીષભાઈ રાડીયા, સિનીટેશન ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, બયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઈ વ્યાસ, રીતેશભાઈ પારેખ અને દિલીપદાન સહિતના અધિકારીઓ આ કામગીરીમાં સાથે હતા.

આજના આ સફાઈ ઝુંબેશ અને આરોગ્ય ઝુંબેશ કાર્યક્રમમાં આરોગ્ય કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન આશિષભાઈ વાગડિયા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજા, વોર્ડ પ્રભારી આશ્વીનભાઈ પાંભર, વોર્ડ પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાર, વોર્ડ મહામંત્રી સંજય દવે,અમિત બોરીચા, રસીક મુંગરા, મુકેશભાઈ પંડિત, હિતેશ મુંગરા, ખોડાભાઈ ચાવડા, રામભાઈ કારિયા, અનિલભાઈ પટેલ, ભાવેશ ગોહીલ, મૌલિક કપુરીયા, જયેશ કુંભારવડીયા, સંજયભાઈ બોરીચા, જગદીશભાઈ રાંક, કોંગ્રેસ અગ્રણી વાસુરભાઈ ડેર, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ ઓફિસર નીલેશભાઈ કાનાણી, વોર્ડ એન્જીનીયર અજયભાઈ વેગડ, આસી. પર્યાવરણ ઈજનેર ભાવેશભાઈ ખાંભલા, વિરલ્ભાળ ચાવડા, સેનીટરી ઇન્સ્પેકટર પિયુષ ચૌહાણ, સેનીટરી સબ ઇન્સ્પેકટર વિમલ ખુંટ, વિશાલ કાપડિયા, ગૌતમ ચાવડા ઉપસ્થિત રહેલ હતા.

(4:41 pm IST)