રાજકોટ
News of Wednesday, 21st March 2018

કરાટેમાં રાજકોટ ર૭ મેડલ જીતી લાવ્યું

 ઇન્ડિયા વાડોકાઇના ગુજરાત ચીફ સેન્સેઇ પ્રવિણ ચૌહાણ દ્વારા અંબાજી ખાતે ગુજરાત કરાટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં આશરે ૩૦૦ જેટલા અલગ અલગ જિલ્લામાંથી પાર્ટીશીપેટ કરાયું હતું. જેમાં રાજકોટના ૩૩ સ્પર્ધકોએ કાતા-કુમિતેમાં અલગ-અલગ વેઇટ કેટેગરીમાં ૧ર ગોલ્ડ, ૭ સીલ્વર, ૧૦ બ્રોન્ઝ મેળવ્યા હતા. (તપોવન સ્કુલ) સાકરીયા મંથન, વ્યાસ ધ્રુવી, ડોડિયા જયરાજ, પાડલીયા તિર્થ, પાનસુરિયા દ્રષ્ટિ, (એસ. કે.પી. સ્કૂલ) બાંભણીયા મંથન, (ક્રિસ્ટલ સ્કૂલ) પંડયા પ્રથમ, ઉટવાડીયા રાજદિપ (ફ્રાન્સીસ સ્કુલ) વૈદ્ય ધ્રુવીન, કાછડીયા પાર્થને ગોલ્ડમેડલ તેમજ (તપોવન સ્કૂલ) આંબલીયા મીત, કાતરીયા મીત, જાડેજા શુભરાજ, સિદપરા રાજવી (એસ.કે.પી. સ્કૂલ) મારકણા પલને સિલ્વર મેડલ તેમજ (તપોવન સ્કૂલ) સંતોકી દર્શ, નિષાદ કાન્હા, રાંક ભાર્ગવ, જારસાણીયા આર્યન, વસોયા વિરાંગ, પાડલિયા જેમિશા, વ્યાસ પ્રાર્થના (એસ.કે.પી. સ્કૂલ) પાંભર તરંગ, ગજેરા ક્રિશ, અજુડિયા કિશનને બ્રોન્ઝ મેડલ એનાયત થયેલ. તમામ ખેલાડીઓ કોચ સચિન ચૌહાણ પાસે તાલીમ મેળવી રહ્યા છે. કરાટેની રમતમાં રાજકોટના ખેલાડીઓની સિદ્ધિના પગલે અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(4:39 pm IST)