રાજકોટ
News of Wednesday, 21st March 2018

ત્રણ આંગણવાડીઓનું સંચાલન સ્વૈચ્છીક સંસ્થાઓને સોંપાયુ

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી ૩૫૦ આંગણવાડીઓ પૈકી જુદી જુદી આંગણવાડીઓનું સંચાલન શહેરની સામાજીક સંસ્થાઓને સુપ્રત કરવામાં આવે છે. જે અન્વયે આજરોજ વોર્ડ નં.૯માં આવેલ નટરાજનગર આવાસ યોજનાની આંગણવાડીનું સંચાલન ઓજસ્વીની ફાઉન્ડેશન, વોર્ડ નં.૮માં આવેલ લક્ષ્મીવાડીની આંગણવાડી રામેશ્વર મહાદેવ ટ્રસ્ટને તથા મેઘમાયા તથા દેવનગરની આંગણવાડી આદર્શ હેલ્પ ફાઉન્ડેશનને સોંપવામાં આવેલ છે. જે અંગેનું MOU આજરોજ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય, દલસુખભાઈ જાગાણી તથા આંગણવાડી દતક લેનાર સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(4:38 pm IST)