રાજકોટ
News of Wednesday, 21st March 2018

પટેલનગરમાંથી વિક્રમ સિંધવનું અને રામાપીર ચોકડીએથી વજુભાઇ ચાવડાનું હોન્ડા ચોરાયું

રાજકોટ તા. ૨૧: સુભાષનગર મેઇન રોડ પર તુલસીકુંજ ખાતે રહેતાં વિક્રમ પ્રતાપભાઇ સિંધવ (ઉ.૨૮)નું હોન્ડા જીજે૩બીકે-૫૭૮૨ રૂ. ૨૦ હજારનું કોઇ પટેલનગર-૮ નેત્ર હાર્ડવેર નામના કારખાના સામેથી કોઇ ચોરી જતાં ભકિતનગરના એએસઆઇ સુરેશભાઇ મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે બજરંગવાડી-૧૦માં રહેતાં વજુભાઇ હીરાભાઇ ચાવડા (ઉ.૫૫)નું હોન્ડા જીજે૩સીબી-૨૫૫૦ રૂ. ૧૫ હજારનું રામાપીર ચોકડી પાસેથી ચોરાઇ જતાં યુનિવર્સિટીના કે.આર. કાનાબારે ફરિયાદ નોંધી છે.

(4:22 pm IST)