રાજકોટ
News of Wednesday, 21st March 2018

રૂ.પાંચ લાખ ૧૦ હજારનો ચેક રિટર્ન થતાં આરોપીને હાજર થવા ફરમાન

રાજકોટ તા.૨૧: રૂ. પાંચ લાખ દસ હજારના ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને સમન્સ ઇસ્યુ કરી કોર્ટે હાજર થવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, પરેશકુમાર હરીલાલ બાબીયા એ એક વર્ષ પહેલા ઓળખાણનો સબંધ રાખી નાનુબેન લાખાાભાઇ વઘાસીયાને ઉછીના પેટે રૂ.૫,૧૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ દસ હજાર પુરા મદદ માટે આપેલા. જે રકમ પરત માંગતા આ કામના આરોપીએ તેમના ખાતા વાળી એકસીસ બેંક, જસદણ બ્રાંચ, તા.જસદણ, જી.રાજકોટ,નો ચેક આપેલો જે ચેક ફરીયાદીએ તેમની કોટક મહિન્દ્રા બેંક, કાલાવાડ રોડ બ્રાંચ રાજકોટ. માં ડીપોઝીટ કરતા સદરહું ચેક 'એકાઉન્ટ કલોઝડ'ના શેરા સાથે પરત ફરેલ હતો.

ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નથી. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોર્ટના ચીફ જયુ. મેજીસ્ટ્રેટ આરોપી નાનુબેન વઘાસીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(4:08 pm IST)