રાજકોટ
News of Wednesday, 21st March 2018

જવેલરીની અદ્ભુત શ્રેણીઃ રાજકોટમાં ''એપેરેલ''ના શોરૂમનો પ્રારંભ

રાજકોટઃ જેતપુરનું ખ્યાતનામ 'દુલ્હન'ગ્રુપે, નાના મવા મેઈન રોડ, રાજકમલ કોમ્પલેકસમાં અદ્યતન શો- રૂમમાં નવી જગ્યામાં મનમોહક, મુગ્ધકર અને નારીનાં અંતરમનને ઝંકૃત કરતી સમકાલીન સમયને અનુરૂપ, એક એક થી ચઢિયાતી જવેલરી અને એપેરલ શ્રૃંખલા હવે એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ બનશે. 'દુલ્હન'ગ્રુપે વર્ષોથી ગ્રાહક મિત્રોનો વિશ્વાસ સંપાદન કરી, શુધ્ધ નીતિ અને રીતિથી સફળતાનાં ઉચ્ચતમ સોપાનો સર કરેલ છે. હવે રાજકોટમાં પણ શરૂ થયેલા નવા શો-રૂમનાં શુભારંભ પ્રસંગે સર્વે કલાપ્રેમીઓએ ઉદ્ઘાટન સમારોહને માણ્યો હતો. આ પ્રસંગે વિશેષરૂપે સબ ટીવી પર આવતી બાલવીર સીરીયલની બાલપરી શર્મીલી રાજ ઉપસ્થિત રહી અનેરૂ આકર્ષણ જમાવ્યુ હતુ. સૌએ તેમની સાથે સેલ્ફી લીધેલ હતી. શુભારંભમાં મહેમાનોએ દૂલ્હન ગ્રુપના સંચાલકો હર્ષદભાઈ અને ચેતનાબેન અને તેમની ટીમને અભિનંદન આપેલ હતા. વધુ માહિતી માટે મો.૯૨૬૫૭ ૩૧૮૪૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:47 am IST)