રાજકોટ
News of Wednesday, 21st March 2018

માયાણીનગર કવાર્ટરમાંથી ૭૦ હજારના દારૂ-બીયર સાથે રાજૂ વાઘેલા પકડાયો

જાંબુનો ધંધાર્થી પૈસાદાર થવા 'બાટલી' વેંચવાના રવાડે ચડ્યો : ક્રાઇમ બ્રાંચના અનિલભાઇ સોનારા, રામભાઇ અને હરદેવસિંહની બાતમી

રાજકોટ તા. ૨૧: ક્રાઇમ બ્રાંચે માયાણીનગર આવાસ કવાર્ટરમાંથી એક શખ્સને ૭૦ હજારના દારૂ-બીયર સાથે પકડી લીધો હતો.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.ેઅસ.આઇ. એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અનિલભાઇ, રામભાઇ અને હરદેવસિંહને મળેલી બાતમી પરથી માયાણીનગર આવાસ યોજના કવાર્ટર નં. ૪૧/૨૦૪૧માં રહતાં રાજૂ દિલીપભાઇ વાઘેલા (ઉ.૪૧) નામના રજપૂત શખ્સને બાજુના કવાર્ટર નં. /૪૧/૨૮૨૫માંથી રૂ. ૭૦ હજારના દારૂ બીયર સાથે ઝડપી લીધો હતો.

પોલીસે મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની ૪૯ બોટલ, વ્હાઇટ મીસચીફ વોડકાની ૯૬ બોટલ તથા એલીફન્ટ કાર્લ્સબર્ગ બીયરના ૧૨૦ ટીન કબ્જે લીધા હતાં. પકડાયેલો શખ્સ ખોડિયાર જાંબુ નામે જાંબુનો ધંધો કરે છે. ઝડપથી પૈસાદાર થવા હવે દારૂ વેંચવાનું ચાલુ કર્યુ હતું. કોની પાસેથી આ દારૂ લાવ્યો? તેની તપાસ થઇ રહી છે.

માલવીયાનગર પોલીસે પણ માયાણીનગર કવાર્ટરમાંથી મયુર નેપાળીને ૧૨ હજારના દારૂ સાથે પકડ્યો

જ્યારે માલવીયાનગરના પી.આઇ. આર. જે. જાડેજાની રાહબરીમાં પી.એસ.આઇ. ધામા, ઇન્દ્રજીતસિંહ, રાહીદભાઇ, મયુરસિંહ, અરૂણભાઇ, દિલીપસિંહ જાદવ સહિતના સ્ટાફે માયાણીનગર કવાર્ટર બ્લોક નં. ૩૭/૨૭૪૪માં દરોડો પાડી મયુર ખડકસિંહ કોૈશલ્ય (નેપાળી) (ઉ.૨૮)ને રૂ. ૧૨ હજારના દારૂ સાથે પકડી લીધો હતો.

(11:20 am IST)