અલકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
રાજકોટઃ રૈયા રોડ પર અલ્કાપુરી-૧માં આવેલા શ્રી અલકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા ૨૫ વર્ષથી આ મંદિરે અલકેશ્વર યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે. આ વખતે ૧૫૦ લિટર અમુલ ગોલ્ડ દૂધમાંથી ભાંગનો પ્રસાદ બનાવી વિતરણ કરવામાં આવ્યો હતો. યુવક મંડળના ગુલાબસિંહ જાડેજા, નિલેષભાઇ વ્યાસ, છેલાભાઇ સાંગડીયા, હિરાભાઇ સાંગડીયા, નૈમિષ પરમાર, મયંક ખજુરીયા, રાજ ગોહેલ, હિતેષ ભાયાણી, ગોપાલભાઈ બોળીયા, દિલીપભાઇ મહેતા, નવીનભાઇ રાઠોડ, કમલેશભાઇ ભટ્ટી, દિપ જાની, ચિંતન ભગદેવ, ગિરીશભાઇ રાઠોડ, રવિ રાજ્યગુરૂ, ઉમેશ લોઢીયા, હરેશભાઇ સોજીત્રા, નિલેષભાઇ જોષી, સમીર રાઠોડ, નરેન્દ્રભાઇ પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઇ ડોડીયા, નારણભાઇ પુજારી, જોગેશભાઇ દાબેલીવાળા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં અલકેશ્વર મહાદેવ મંદિર તથા ભકતોની ભીડ જોઇ શકાય છે.