રાજકોટ
News of Wednesday, 21st February 2018

પેડક રોડ પર પાણી ભરવા પ્રશ્ને મહિલા પર ઘડાથી હુમલો

ગુંજનબેન સારવારમાં: નિતાબેને હુમલો કર્યો

રાજકોટ તા. ૨૧: ઉનાળો નજીક આવતાં જ પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. પાણી બાબતે આજે મારામારીનો બનાવ બન્યો છે. પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં ગુંજનબેન મુકેશભાઇ ખખ્ખર (ઉ.૩૦)ને સવારે ઘર નજીક સ્ટેન્ડ પોસ્ટ પર પાણી ભરવા જતાં વારા બાબતે ઝઘડો કરી નિતાબેને માથામાં ઘડો ફટકારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(3:39 pm IST)