રાજકોટ
News of Thursday, 21st January 2021

ખુનની કોશીશના ગુનામાં ફરાર નાસતા ફરતા મોરબી રોડના સલીમ કાથરોટીયાને પકડી લેતી એ-ડીવીઝન પોલીસ

રાજકોટ: શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં  આઈપીસ કલમ ૩૦૭, પ૦૪,૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૩૭(૧), ૧૩૫ મુજબનો ગુન્હો તા૧૯/૧૨/૨૦૨૦ના રોજ નોંધાયો હતો. આ ગુન્હામાં અલ્તાફભાઈ આમદભાઈ જસરાયા ઉ.વ.૪૦ (રહે મોચીબજાર ચામડીયા ખાટકી વાસ રાજકોટ)ના દિકરાનુ આરોપીએ કેસરી પુલની નીચેથી. મોટર સાઇકલ પડાવી લીધેલ હોય જે પરત આપી દેવા ફરીયાદીના ભાઈએ આરોપીને ફોન કરતા ઝધડો થયેલ હોય જે જુના ઝધડાનો ખાર રાખી આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા એકસંપ કરી ગે.કા, મંડળી રચી લાકડાના ધોકા જેવા હથીયાર ધારણ કરી માથાના ભાગે ઇજા કરી હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોઇ ગુન્હો દાખલ થયો હતો. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સ

તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુર્શીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણ કુમાર મિણાએ આરોપીઓની તપાસ કરી તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય તે અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ઉતર-વિભાગ એસ. આર. ટંડેલના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. સી.જી.જોષીની રાહબરીમા પો.સબ.ઇન્સ. જે. એમ. ભટ્ટ તથા ડી-સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.સબ.ઇન્સ. જે.એમ.ભટ્ટ તથા પો.કોન્સ. રામભાઇ વાંકની સંયુક્ત બાતમી આધારે ખુનની કોશીશ કરનાર આરોપી સલીમ કરીમભાઈ કાથરોટીયા ( ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે- મોરબી રોડ શાળા નંબર ૭ ની પાસે જુના જકાતનાકાની બાજુમાં)ને પકડી લેવાયો છે. 

આ કામગીરી  પો.ઇન્સ, સી.જી.જોષી, પો.સબ, ઇન્સ. જે.એમ.ભટ્ટ, એ.એસ,આઈ. બી વી ગોહીલ, ડી બી. ખેર, પો.હેડ.કોન્સ. ડી ડી ઝાલા, એચ આર. ચાનીયા, પો. કોન્સ. જગદીશભાઈ વાંક, મેરૂભા ઝાલા, મૌલિકભાઇ સાવલિયા તથા રામભાઇ વાંક, નરેશકુમાર ઝાલા સહિતે કરી હતી.

(9:14 pm IST)