રાજકોટ
News of Thursday, 21st January 2021

રાજકોટની સૂચિત સોસાયટીના ૩૪૦ પરિવારોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ આપતા વિજયભાઇઃ ૪૦૦ લોકોને ૪૦ ચો.મી.ના પ્લોટ અપાયા

ડીએચ કોલેજ ખાતે કલેકટર તંત્રના ૮૦ કરોડના કામોઃ શહેરના સંકટ મોચન યોજનામાં ર૦ પરિવારોને ૧૦-૧૦ હજારના ચેક અપર્ણ : રાજકોટ જીલ્લામાં ૮ સ્થળે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ-ખાતમુર્હુતઃ રૂડાના બે પુલ-૩ રસ્તાનું પણ ખાતમુર્હુત

રાજકોટ તા. ર૧ :.. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે રાજકોટમાં છે, આજે કુલ ૮ લોકેશન ઉપર કલેકટર તંત્ર - કોર્પોરેશન અને રૂડા-પોલીસ તંત્રના કુલ પ૭૯ કરોડના કામોનું ખાતમુર્હુત - લોકાપર્ણ કરી રહ્યા છે.

કલેકટર તંત્ર આયોજીત ૮૦ કરોડથી વધુના કામોનું ખાતમુર્હુત - લોકાપર્ણના કામો આજે બપોર બાદ ૩ વાગ્યા પછી ડી. એચ. કોલેજ ખાતે યોજાયા છે.

કાર્યક્રમ પહેલા કોરોના રસીકરણ - ખેડૂત લક્ષી ફિલ્મો દર્શાવાઇ હતી, આ પછી વિખ્યાત હાસ્ય કલાકાર શ્રી ધીરૂભાઇ સરવૈયાનો કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટની સૂચિત સોસાયટીના ર૩૮ પરિવારોને સનદ - દાવા-હકક પત્રક અપાયા હતાં, ૧૦૦ પરિવારીને પ્રોપર્ટી કાર્ડ અપાયા હતા. ત્યારબાદ રાજકોટના ર૦ પરિવારજનોને ગુજરાત સરકારની સંકટ મોચન યોજના અંતર્ગત ૧૦-૧૦ હજારના ચેક અપર્ણ કરાયા હતાં. આ ઉપરાંત રીમોટ કન્ટ્રોલ સ્વીચ દ્વારા ૧૧ાા કરોડના ખર્ચે બનાવાયેલ ગોંડલના રેલ્વે બ્રીજનું લોકાપર્ણ કરાયું હતું, તો રાજકોટ જીલ્લામાં બની ગયેલા અને બનનારા ૮, ૬૬ કેવી સબ સ્ટેશનનું ખાતમુર્હુત - લોકાપર્ણ કરાયું હતું.

ત્યારબાદ જસદણ-વીંછીયા પંથકના રપ૦ થી વધુ વિચરતી - વિમુકત જાતિના પરિવારોને અને વીરપુર પંથકના ૧૦૦થી વધુ દેવીપૂજક પરિવારોને ૪૦-૪૦ વારના પ્લોટ અપર્ણ કરાયા હતાં.

(3:21 pm IST)