રાજકોટ
News of Thursday, 21st January 2021

માંડા ડુંગર પાસે થયેલ હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૧: અહીંના માંડાડુંગર પાસે હત્યાની કોશિષ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને સેસન્સ કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી એ તા. ૧૯/૧ર/ર૦ર૦ના રોજ ફરીયાદી નિલેષભાઇ રામજીભાઇ સગપરીયાએ એવા આક્ષેપો વાળી ફરીયાદ આપેલ કે આ કામના આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાત હથિયાર ધારણ કરી ફરીયાદી તથા સાહેદને આ પ્લોટમાં કેમ બાંધકામ કરો છો તેમ કહી ધાર્યા તથા લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારી શરીરે ગંભીર તથા ફ્રેકચરની ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ફરીયાદના આધારે હાલના અરજદાર સિધ્ધાર્થ ડાંગર તથા અન્ય ૭ આરોપીઓ વિરૂધ્ધ આજીડેમ પો. સ્ટે.ના આઇ.પી.સી. કલમ ૩ર૬, ૩રપ, ૩ર૪, ૩ર૩, પ૦૬(ર), પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એકટ કલમ ૧૩પ (૧) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. આ કામમાં આઇ.પી.સી. કલમ-૩૦૭ નો ઉમેરો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ કામના અરજદાર/આરોપી સિધ્ધાર્થ વાજશુરભાઇ ડાંગરની પોલીસ દ્વારા તા. રર/૧ર/ર૦ર૦ના રોજ અટક કરવામાં આવેલ અને ૧૦ દિવસના રિમાન્ડ સાથે લોઅર કોર્ટે દ્વારા ના-મંજુર થયેલ ત્યારબાદ અરજદારને જયુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલો હતો. અરજદારે ત્યારબાદ તેઓના એડવોકેટ મારફત રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલી.

આરોપી વતી હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટો પણ રજુ કરેલ હતા. જે દલીલો તથા રેકર્ડ પરનો પુરાવો અને આરોપીનો રોલ ધ્યાને લઇ એડી. સેશન્સ જજ સાહેબશ્રી બી. બી. જાદવે આરોપી/અરજદાર સિધ્ધાર્થ વાજસુરભાઇ ડાંગરને શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં અરજદાર/આરોપી સિધ્ધાર્થ વાજસુરભાઇ ડાંગર વતી રાજકોટના એડવોકેટ અમીતભાઇ જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(3:15 pm IST)