દર્શન એન્જીનીયરીંગ કોલેજના કાનાણીને 'શિક્ષા ભારતી' એવોર્ડ
રાજકોટ, તા. ર૧ : એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટ ખાતે ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ પ્રાધ્યાપક અને એનર્જી સેલના સીઇઓ પ્રો. ભાવિનકુમાર દેવસીભાઇ કાનાણીને ઇન્ડિયન અચિવર્સ ફોરમ તરફથી શિક્ષા ભારતીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ એવોર્ડ એકેડમીક અને વહીવટીય કામગીરી માટેના એકસેલેન્સ માટે આપવામાં આવે છે. તેઓ દ્વારા સંસ્થા ખાતે ટેકનિકલ પેપર્સ, સંશોધન, વિવિધ સેમીનાર, વર્કશોપ, ટ્રેનીંગ પ્રોગ્રામ, એકસપર્ટ વ્યાખ્યાન તથા કન્સલ્ટન્સી પ્રોજેકટમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી છે. પ્રો. ભાવિન કાનાણીને જી.ટી.યુ. તરફથી પણ ''ઇનોવેશન એવોર્ડ'' પણ મળેલ છે. સંસ્થાના પ્રિન્સિપાલ ડો. આર.જી. ધમસાણીયા અને પ્રો. એમ. વી. સંઘાણી તથા અન્ય હોદેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.