રાજકોટ
News of Thursday, 21st January 2021

ચારેય શહેરમાં રાત્રી કર્ફયુનો સમય ઘટાડો

એન.સી.પી.ના પ્રદેશ ઉપપ્રમુખ સી. આર. પટેલનો મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર

રાજકોટ તા. ૨૧ : એન.સી.પી.ના પ્રદેશ ઉપપ્રમુખ સી. આર. પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી હાલ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોનાના કારણે લાગુ કરાયેલ રાત્રી કર્ફયુની અવધી ઘટાડવા રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે હાલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે. મહામારી હવે ચિંતાજનક નથી. ત્યારે રાત્રી કર્ફયુનો સમય ઘટાડી રાત્રે ૧૨ થી ૫ કરવો જોઇએ.

ખાસ કરીને ખાનગી નોકરી કરતા, બહારગામથી આવનારા લોકો તેમજ બસ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને ખુબ અગવડતા પડે છે.

હોટલ, લોજ, દુકાન, મોલ, રીક્ષા ચાલક, ટેક્ષી ચાલકોના ધંધાને પણ મોટી નુકશાની થઇ રહી છે. જેથી રાત્રી કર્ફયુનો સમય ઘટાડી માત્ર રાત્રે ૧૨ થી સવારના પ સુધીનો જ કરવા રજુઆતના અંતમાં સી. આર. પટેલ (મો.૯૮૯૮૪ ૪૨૧૦૦) એ જણાવેલ છે.

(3:10 pm IST)