રાજકોટ
News of Thursday, 21st January 2021

રાજકોટના જિલ્લા ભાજપ મંત્રી અને પૂર્વ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ સરપંચ સંમેલનમાં બન્ને ભાજપ નેતાઓ સ્ટેજ પર હાજર હતા

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત હતાઃ બધા ચિંતામાં મુકાયા ?

રાજકોટઃ જીલ્લામાં હજુ પણ કોરોનાં ધુણી રહ્યો છે આ દરમિયાન બે દિવસ અગાઉ ભા.જ.પ. દ્વારા યોજાયેલ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત જીલ્લા ભાજપનાં મહામંત્રી મનસુખભાઇ રામાણી ત્થા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં ભા.જ.પ. નેતાઓ ચિંતામાં મુકાયા છે. કેમકે આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ સ્ટેજ પર હતાં અને અન્ય નેતાઓ પણ મોટી સંખ્યામાં હતાં તેથી સંક્રમણ ફેલાવાની ચિંતા વધી છે.

(3:50 pm IST)