રાજકોટ
News of Wednesday, 7th April 2021

આ તે કેવા પ્રબુધ્ધો : કોરોનાના વિસ્ફોટ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે સીન્ડીકેટની ચૂંટણીનાં ઢોલ ધ્રબુુકયા

પરીક્ષા બંધ- છાત્રોનું શિક્ષણ બંધ : કેમ્પસ પણ આંશિક બંધ છે : ત્યારે મલાઇદાર પદ માટે આઠ બેઠકોની ચૂંટણી તા. ૧૮-૧૯ મે ના યોજાશે

રાજકોટ, તા. ૭ :  રાજકોટ શહેરમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ છે. દરરોજ કોરોનાના દર્દીનો મૃત્યુ આંક વધી રહ્યો છે. ખાનગી-સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા નથી. સરકારે જાહેર મેળાવાડા બંધ કરવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરે છે.

આ સંજોગોમાં જયાં ઉચ્ચ શિક્ષણનું ધામ અને પ્રબુધ્ધ વ્યકિતઓનું કાર્યક્ષેત્ર ગણાતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના મહામારીના વિકરાળ સ્વરૂપ છે ત્યારે ચૂૂંટણીના ઢોલ ધબુકયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટની આઠ બેઠકો માટે તા. ૧૮ અને તા. ૧૯ મે ના ચૂંટણી યોજાવાની છે. જેનું જાહેરનામું આજે સાંજે બહાર પડશે.

મલાઇદાર પદ તેમજ ધંધાદારી કોલેજ ચલાવવા માટે સીન્ડીકેટનું પદ અગત્યનું ગણાય છે. અનેક પ્રકારની મલાઇ કાઢતુ સીન્ડીકેટનું પદ દર ચૂંટણીમાં કેટલાક સ્થાપીત હીતો ભાજપ-કોંગ્રેસ દ્વારા ભાગબટાઇ કરવામાં આવે છે. નવા ને તક ને બદલે પ થી ૮ ટર્મથી કાર્યરત સીન્ડીકેટ સભ્યો પણ રીપીટ થવાના ઉજળા સંજોગો છે.

(4:14 pm IST)