રાજકોટ
News of Wednesday, 7th April 2021

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા...

RTPCR માં ૭ર કલાકનું વેઇટીંગ : દર્દીઓ ચેસ્ટ સીટી સ્કેન તરફ વળ્યા : રાજકોટમાં દરરોજ ર હજાર ટેસ્ટ

પેથોલોજી લેબોરેટરી બાદ રેડીયોલોજી સેન્ટરમાં પણ સવારથી મોડી રાત્રી સુધી ભીડ

રાજકોટ, તા. ૭ : છેલ્લા ર૦ દિવસની કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે બહાર આવી રહ્યા છે. કોવીડ-૧૯ના કેસમાં રાજકોટ સહિત અન્ય મહાનગરોમાં પણ બેકાબુ થયો હોય તેમ સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ કોવીડ કેર સેન્ટરો હાઉસફુલ થઇ ગયા છે. કેટલીક ટોચની હોસ્પિટલમાં તો જગયા ન મળતા લોકો જયાં સારવાર મળે ત્યાં દોડી પડ્યા છે.

રાજકોટમાં કોવીડ-૧૯ના પ્રમાણીત આરટીપીસીઆર ટેસ્ટીંગમાં લાંબુ વેઇટીંગ હોય દર્દીઓ અન્ય લોકોને સંક્રમીત કરી રહ્યા છે. આરટીપીસીઆરના ટેસ્ટ માટેના મશીનો રાત-દિવસ ફુલ સ્પીડે ચાલુ હોવા છતાં ૪૮ થી ૭ર કલાકનું વેઇટીંગ હોય છે. હજુ  પણ રાજકોટની ૧૦ થી વધુ પેથોલોજી લેબમાં ૩ હજારની વધુ આરટીપીસીઆરના રીપોર્ટ પેન્ડીંગ છે.

આરટીપીસીઆરના રીપોર્ટમાં રાહ જોવાને બદલે હવે તબીબો એચઆરસીટી (હાઇરીઝુલેશન સીટી સ્કેન ઓફ એકર) રીપોર્ટ કરાવવા રેડીયોલોજી કલીનીકમાં દોડી જાય છે.

રાજકોટમાં ટોચના રેડીયોલોજીસ્ટે જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં ૧પ રેડીયોલોજીસ્ટ સેન્ટરો છે. ત્યાં હવે ૯૦ ટકા વર્ક એચઆરસીટીનું આરટીપી સીઆરમાં રીપોર્ટમાં વીલંબ થતા હવે દર્દીઓ કોરોનાની અસર ફેફસામાં છે કે નહીં ? તેની તપાસ કરાવીને ડોકટર પાસે સારવાર કરાવે છે. રાજકોટના મોટાભાગના  રેડીયોલોજીસ્ટ સેન્ટરમાં ૧૦૦ થી ૧રપ આરઆરસીટીના ટેક્ષ થાય છે. રાજકોટમાં અંદાજે ર૦૦૦ થી વધુ ટેસ્ટ થતા હોવાનો અંદાજ છે.

આરટીપીસીઆર રીપોર્ટમાં ૪૮ થી ૭ર કલાકનું વેઇટીંગ હોવા પાછળ લોકો કોઇ લક્ષણો  ન હોય સાવ રાબેતા મુજબ કરાવતા હોય છે. તબીબો કહે છે કે જો તમને લક્ષણો હોય તો આરટીપીસીઆર જરૂર કરાવો. આરટીપીસીઆર રીપોર્ટ કરાવતા પહેલા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવો જોઇએ જેથી બીનજરૂરી આરટીપીસીઆર રીપોર્ટમાં વિલંબ ના થાય.

આરટીપીસીઆર રીપોર્ટમાં વિલંબ તેમજ એચઆરટીસી રીપોર્ટ પણ દરરોજ ર હજાર આસપાસ ટેસ્ટ થતા હોય રાજકોટમાં કોરોનાની સ્થિતિની ગંભીરતા જણાય છે.

(4:13 pm IST)