રાજકોટ
News of Wednesday, 7th April 2021

અંબીકા ટાઉનશીપના નિરજને 'એની સાથે લગ્ન કરીશ તો મારી નાંખીશ' તેમ કહી ધમકી : અપહરણ કરી મારકુટ

યુવાનની સગાઇ થઇ છે અને દોઢ મહિલા પછી લગ્ન છે : સીસીટીવીને આધારે પોલીસે એક શખ્સને શોધી કાઢયો : ફૂટેજમાં બીજા શખ્સોના ચહેરા પણ દેખાયા : તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

રાજકોટ તા. ૭: મવડી પોલીસ  હેડકવાર્ટરના ગેઇટ નજીક જીવરાજ પાર્ક  અંબિકા ટાઉનશીપ પાસે સાકેત હાઇટ્સમાં  રહેતાં અને કોલ્ડસ્ટોરેજ ચલાવતાં નિરજભાઇ  મોહનભાઇબાણુગારીયા (ઉ.વ.૨૩) નામના  યુવાન ને પાંચ દિવસ પહેલા તા. રના રોજ  મવડી પોલીસ હેડકવાર્ટરના ગેઇટ પાસે  હતો ત્યારે અજાશ્યા શખ્સોએ આવી લાકડીથી  માર મારી ગાળો દઈ તારે એની સાથે  લગ્ન કરવા છે એમ?...જો લગ્ન કરીશ તો  મારી નાંખીશ તેમ કહી ધમકી દઈ બાદમાં  ટુવ્ડીલરમાં બેસાડી થોડે દૂર પટમાં લઇ  જઇ ફરીથી માથાકુટ કરતા આ મામલે  તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં  પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે એક  શખ્સને શોધી કાઢયો છે.  બનાવ અંગે પોલીસે નિરજભાઇની  ફરિયાદ પરથી રાજકોટના સાગર  રમણિકભાઇ વીરડીયા તથા તેની સાથેના  સાતથી નવ અજાણ્યા અને તપાસમાં ખુલે  તેની સામે આઇપીસી ૩૬૫, ૩૨૩,૫૦૬  (૨), ૫૦૪, ૧૪૩, ૧૩૫ મુજબ ગુનો  નોંધ્યો છે. તેજે ફરિયાદમાં જશાવ્યું છે કે  મારે ભરૂડી ટોલનાકા પાસે મહારાજા કોલ્ડ  સ્ટોરેજ નામે વેપાર છે. મારી સગાઇ સુરત  ખાતે થઇ છે અને હાલમાં હું રાજકોટ  અદાના દિકરાને ત્યાં રહ છું. તા. ૨/૪ના  સાંજે પોણા સાતેક વાગ્યે હું ઘરેથી કપડા  લેવા બાઇક લઇને નીકળ્યો હતો. મવડી  ગામ તરફ કોપર સેન્ડ એપાર્ટમેન્ટ સામે  પહોંચતા એક જ્યુપીટર ટુવ્હીલરમાં શખ્સ  આવ્યો હતો અને મને રોકીને ગાળ કેમ  દીધી? તેમ કહી મને બે લાફા મારી દીધા  હતાં. ત્યાં બીજા બે એકસેસ અને એક  બાઇકતથા સિલ્વર કલરના નંબરપ્લેટવગરના  બાઇક પર બે વ્યકિત આવ્યા હતાં.  જેમાં એક શખ્સે પીન્ક શર્ટ અને ટોપી  પહેરેલા હતાં. તેણે મને તું એની સાથે લગ્ન કરીશ? તેમ પુછ્યું હતું અને તેની  સાથેના શખ્સોએ મને ઢોર માર માર્યો હતો.  આ વખતે હેડકવાર્ટરના કોઇ બહેનો નીકળતાં  તેણે આ શખ્સોને આને મારો નહિ. તેવુ  કહ્યુ હતું. આથી આ શખ્સો છરી લાક  બતાવી મને સિલ્વર રંગના નંબર વગરના  એકસેસમાં બેસાડી અપહરણ કરી અંદાજીત  ૫૦૦ મીટર દૂર લઇ ગયા હતાં. ત્યાં ખાલી  પ્લોટમાં લઇ જઇ ફરીથી માર માર્યો હતો.  ગુલાબી શર્ટ પહેરેલા શખ્સે તું એની સાથે  લગ્ન કરીશ તો તને ધરે આવીને જાનથી  મારી નાંખશું તેમ કડી ધમકી આપી હતી.  હું જીવના જોખમે ગમે તેમ કરીને  ત્યાંથી ભાગી ગયો હતો. એ લોકો ગોલ્ડનેસ્ટ  એપાર્ટમેન્ટ સુધી પાછળ આવ્યા હતાં અને  મારો વિડીયો તેના મોબાઇલમાં રેકોર્ડ કર્યો  હતો. મારુ બાઇક કોપરસેન્ડ સામેના રોડ  પર હોઇ ત્યાં સુધી દોડી ત્યાંથી મારુ વાહન  લઇ ધરે પહોંચી ગયો હતો. મને મારને  કારણે ચહેરા પર ઇજા થઇ હતી. તેમજ  પગ, પીઠ ઉપર પણ ઇજા થઇ હતી.   

આ ઘટનામાં આઠ દસ શખ્સો હતાં.  તેમાંથી એકને મેં ઓળખી લીધો છે. જેનું  નામ સાગર રમણીકભાઇ વીરડીયા છે.  બીજાને પણ હું જોયે ઓળખી શકુ તેમ છું.  અગાઉ મેં અરજી આપી હતી હવે ફરિયાદ  નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી  સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આરોપીઓના  ચહેરા દેખાયા છે તેના આધારે તપાસ  આગળ વધારવામાં આવી છે. આ હુમલો  કરનારા કોણ? તેની તપાસ થઇ રહી છે.  સકંજામાં લેવાયેલા સાગરની પુછતાછ  કરવાની બાકી છે. વિશેષ પુછતાછમાં  બીજા આરોપીઓના નામ ખુલશે. તાલુકા  પીઆઈ જે. વી, ધોળાની રાહબરીમાં  પીએસઆઇ વી. એન. મોરવાડીયા અને  હરદેવસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ વધુ  તપાસ કરે છે.

(3:37 pm IST)