સોની સમાજ દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પ : લાભાર્થીઓને સોનાની ચુંક અને હેન્ડ બ્લેન્ડરનું વિતરણ
રાજકોટ : સોની સમાજ દ્વારા મહાનગરપાલીકાના સહયોગથી તાજેતરમાં કોરોના સંક્રમણ સામે આરોગ્ય જાળવણી હેતુથી મેગા વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોઠારીયા નાકા ખાતે કિશોરસિંહજી શાળા ખાતે યોજવામાં આવેલ આ બે દિવસીય કેમ્પમાં કુલ ૧,૩૩૧ લોકોએ રસી મુકાવી હતી. તમામ લાભાર્થીઓ માટે ભેટ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બહેનોને સોનાની ચુંક અને ભાઇઓને હેન્ડ બ્લેન્ડર ગીફટ ઓફર કરાઇ હતી. વ્યવસ્થિત આયોજન બદલ મ્યુ. કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલે સોની સમાજના આગેવાનો ભાયાભાઇ સાહોલીયા, દીનુમામા, વર્ષાબેન રાણપરા, અરવિંદભાઇ પાટડીયા અને કાર્યકર્તાઓને આમંત્રિત કરી બિરદાવ્યા હતા. આગેવાનોનું સન્માન કરેલ. કેમ્પનો પ્રારંભ વૈષ્ણવાચાર્ય ગો.શ્રી મધુસુદન લાલજી (શ્રી રૂચિરતબાવાશ્રી) ના હસ્તે દીપપ્રાગટયથી કરાયો હતો. આ સમયે મેયર ડો. પ્રદીપ ડવ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગ માંકડ, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ કમીટીના ચેરમેન વર્ષાબેન રાણપરા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન કશ્યપભાઇ શુકલ, લોક ફરીયાદ ન્યુઝના તંત્રી રમેશભાઇ ધકાણ, ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસો. ના ગુજરાત સચિવ સેજલભાઇ મહેતા, સુરેશભાઇ પારેખ, અશ્વિનભાઇ રાણપરા, ટી.વી. એન્કર જુલીબેન લોઢીયા, દિવ્યાક્ષર ન્યુઝના રવિ રાણીંગા, સીટી ન્યુઝના દર્શીકા પારેખ, સોની સમાજના અગ્રણીઓ ચીમનભાઇ લોઢીયા, અશોકભાઇ ઝીંઝુવાડીયા, ભાયાભાઇ સાહોલીયા, દીનુમામા, અરવિંદભાઇ પાટડીયા, વિનુભાઇ પારેખ, જયેન્દ્રભાઇ રાણપરા, હસુભાઇ અળાવવાળા, અંતુભાઇ સોની, છબીલદાસ રાણપરા, ચુનીલાલ દુર્લભજીભાઇ વગેરે ઉપસ્થિત રહેલ. બે દિવસ ચાલેલ આ રસીકરણ કેમ્પને સફળ બનાવવા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ કૈલાસ રાજપરા, રવિ રાણીંગા, મિલન રાણપરા, મેહુલ ભગત, મિલન પાટડીયા, સુનિલ ભારભાયા, તેજસ આડેસરા, કૃષ્ણકાંત ચોકસી, પ્રવિણભાઇ પારેખ, હસમુખભાઇ ચુનીલાલ, પ્રવિણભાઇ પાટડીયા, સંજય રાણપરા, અશ્વિન રાણપરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.