રાજકોટ
News of Wednesday, 7th April 2021

રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧.૫૭ લાખ લોકોને વેકસીન અપાઇ

રાજકોટ, તા.૭, કોરાના સામે રક્ષણ આપવા અને સંક્રમણને ખાળવા માટે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧.૫૭ લાખ લોકોને રસી મુકવામાં આવી છે.

 રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વિવિધ સાઇટ પર કેમ્પો કરીને રસીકરણ કરવામાં આવે છે. કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના તથા હાલ ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેકિસન આપવાની કામગીરી હાથ ધરી ખૂબજ ઝડપથી કામગીરી કરવામાં આવી છે. ગઇકાલ સુધીમાં ૭૭૦૨ લોકોને કોરોના વેકિસન આપવામાં આવેલ હતી. અને હજુ વેકસીનની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં ૪૫ વર્ષ થી વધુ ઉંમરના કુલ ૧,૫૭,૬૮૮ લોકોને કોરોના વેકિસન આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં એક પણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.  આ રસીકરણ મહા અભિયાનમાં  જીલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લાના કોરોના રસીકરણ માટેના નોડલ અધિકારીશ્રીઓ સહિતનો સ્ટાફ જોડાયેલ છે. કોઈપણ ગામમાં કે કોઈ સમાજસેવી સંસ્થા અથવા કોઈ લોક આગેવાન પોતાના વિસ્તારમાં સોસાયટીમાં મોટા કેમ્પ યોજવા માંગતા હોય તો તેઓએ સ્થાનિક કક્ષાએ -ાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અથવા તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(12:47 pm IST)