રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠકો માટેની મતગણતરીનો કાલે સવારે પ્રારંભ: જાણો ક્યાં વોર્ડની ક્યાં ગણતરી

રાજકોટ : તા. ૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અન્વયે થયેલ મતદાનની મતગણતરીનો  આવતીકાલ તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯-૦૦ કલાકે પ્રારંભ થશે.

  સવારે મતગણતરી કેન્દ્રો પર કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર સોશ્યિલ ડિસ્ટન્સીંગ સહિતના તકેદારીના પગલાઓનું ચુસ્તપણે પાલન કરવા સાથે શાંતીપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.  

  જે મુજબ મહાનગરપાલિકાના વોર્ડનં-૧ થી ૩ માટે  મતગણતરી સ્થળ વીરબાઇમા મહિલા કોલેજ, નિર્મલા રોડ, ફાયરબ્રીગેડ સામે, રાજકોટ ખાતે રહેશે. વોર્ડ નં-૪ થી ૬ માટે મતગણતરી સ્થળ એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૭ થી ૯ માટે મતગણતરી સ્થળ શ્રી એસ.વી. વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, હેમુ ગઢવી હોલની બાજુમાં, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૦ થી ૧૨ માટે મતગણતરી સ્થળ એ.વી. પારેખ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઓલ્ડ બીલ્ડીગ (એ.વી.પી.ટી.) ટાગોર રોડ, હેમુ ગઢવી હોલ સામે, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૩ થી ૧૫ માટે મતગણતરી સ્થળ પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રહેશે. જયારે વોર્ડનં-૧૬ થી ૧૮ માટે મતગણતરી સ્થળ પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ, આનંદનગર મેઇન રોડ, વાણીયા વાડી, રાજકોટ ખાતે રહેશે.

(8:59 pm IST)